દેશમાંથી ફરાર થયેલા આઇપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ પોતાની ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસન પર આક્ષેપો ર્ક્યા છે. મોદીએ પોતાના ટ્વિટર અકાઉન્્ટમાં એક પત્ર પોસ્ટ ર્ક્યો છે. જેમાં ધોનીનો બેસિક સેલેરી ૪૩,૦૦૦ રૂપિયા બતાવવામાં આવ્યો છે અને ઇન્્િડયા સિમેન્ટ્સમાં તેની નિયુક્તિ વાઇસ- પ્રેસિડન્ટ (માર્કેટિંગ)ના રૂપમાં દેખાડવાનો પ્રયત્ન ર્ક્યો હતો.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ પોસ્ટ જુલાઇ-૨૦૧૨થી અમલમાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય એ પહેલાં જ વિવાદ ઉભો કરીને લલિત મોદીએ સનસની મચાવી છે. મોદી ક્રિકેટ બોર્ડ પર જાત-જાતના આરોપો મૂકતા હોય છે. પણ આ વખતે ધોનીને પણ વિવાદમાં ઘસેડયો છે. ધોનીને જ્યારે ઇન્ડિયા સિમેન્ટ્સનો કર્મચારી બનાવવામાં આવ્યો હતો. ત્યારે ધોની ક્રિકેટ બોર્ડનો ‘એ’ ગ્રેડનો ક્રિકેટર હતો. તેને વર્ષે આ રકમ કરતાં અનેક ગણો પગાર મળતો હતો.