ભારતના સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર શિંહ ધોની ટૂંક સમય માં જ પશ્ચિમ બંગાળ માં ક્રિકેટ એકેડમી ખોલી શકે છે. ધોની પૂર્વ ક્રિકેટર મિહિર દિવાકર ની સાથે મળીને આ એકેડમી ચાલુ કરી શકે છે. પરગણા ના બારાસાત ઇલાકા માં આ એકેડમી સારું થશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ધોની એપ્રિલ મહિના થી આ એકેડમી ચાલુ કરશે. લગભગ 200 જેટલા એકડ માં એકેડમી બની શકે છે અને એમાં એમના દોસ્ત સુબોમોય કે જે પૂર્વ સાથી ખિલાડી પણ હતા એ પણ એમનો સાથ આપશે.
મહેન્દ્ર શિંહ ધોની આ એકેડમીમાં બેટિંગ કોચ અને એકેડમીના અગ્રણી તરીકે ની ભૂમિકા નિભાવી શકે છે. આ પેહલા પણ માહી રાંચીમાં પણ એકેડમી ચાલુ કરવાની કોશિશ કરી હતી. આ દેશ ની પેહલી એવી એકેડમી હશે જ્યાં અત્યાધુનિક સુવિધાઓ હશે.
ઉલ્લેખનીય છે કે માહી ટેસ્ટ ક્રિકેટ માંથી નિવૃત થઇ ચુક્યા છે અને તે હવે વન્ડે અને ટી-20 ક્રિકેટ જ રમી રહ્યા છે. હમણાં થોડા સમય પેહલા જ માહી વીરેન્દ્ર સેહવાગ ની ઇન્ટરનેશન સ્કૂલ માં પણ છોકરાઓને કીપિંગ ની ટિપ્સ આપતા નજરે પડ્યા હતા.