પાકિસ્તાની ક્રિકેટ ટિમ અત્યારે વન્ડે રેન્કિંગ માં આઠમા ક્રમે રહી ખાસ્તા હાલત નો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનની વર્તમાન સ્તિથીમાં 89 પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે. જયારે બાંગ્લાદેશ થી 2 પોઇન્ટ પાછળ અને વેસ્ટેન્ડીઝ થી 2 પોઇન્ટ આગળ છે પરંતુ હાલમાં પાકિસ્તાની ક્રિકેટ ટિમ 2019 ના આઈ.સી.સી. વિશ્વ કપ સીધે સીધું સ્થાન મેળવવા માટે તડામાર તૈયારી કરી રહી છે. એક સમયની વિશ્વ વિજેતા ટિમ ની હાલમાં રહેલી પાકિસ્તાની ટિમ પોતાના દબદબાને પુનઃ સ્થાપિત કરવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે.
કાલથી ઑસ્ટ્રેલિયા સામે 5 મેચની સૃખલા શરૂ જવા થઇ રહી છે. તો ઑસ્ટ્રેલિયાની ટિમ આઈ.સી.સી. વન્ડે રેન્કિંગમાં પેહલા નમ્બરે છે. જો ઑસ્ટ્રેલિયાની ટિમ આ સૃખલા 4-1 થી જીતશે તો પાકિસ્તાની ટિમ ને વિશ્વ કપમાં સ્થાન મેળવવા માટે કપરું થઇ જશે. અને જો 3-2 થી હર્ષે તો એમને 1 પોઇન્ટ સાથે સંતોષ કરવો પડશે. જયારે ઑસ્ટ્રેલિયાને એમને ઘર આંગણે હરાવવું મુશ્કેલ છે તેમ છતાં જો પાકિસ્તાની ટિમ ઑસ્ટ્રેલિયાને 4-1 થી કા તો 5-0 થી હરાવે છે ઑસ્ટ્રેલિયા આઈ.સી.સી. રેન્કિંગ માં એ પેહલા નમ્બર થી સરકીને બીજા સ્થાને પહોચી જશે. પરંતુ આ બને વચ્ચેના આંકડા પરથી આ ઘણું મુશ્કેલ લાગે છે. આ પેહલા આ બને વચ્ચે રમાયેલી મેચો માં 33-16 થી ઑસ્ટ્રેલિયા આગળ છે. અને અત્યારે ઑસ્ટ્રેલિયા તેના શ્રેષ્ઠ ફોર્મ માં છે.