ઇંગ્લેંડ સામેની વન્ડે સૃખલા પેહલા બધા પત્રકારોને આશા હતી કે ઇન્ડિયન ટિમ ના નવા બનેલ કેપ્ટન વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સ માટે આવશે પરંતુ મૈદાન પર પોતાના અલગ નિર્ણય થી લોકોને ચકિત કરી સહુ કોઈ નું દિલ જીતી લેનાર પૂર્વ કેપ્ટન એમ એસ ધોની એ અહીંયા પણ અચાનક જ પ્રેસ કોંફ્રન્સ માં એન્ટ્રી મારીને બધાને ચોંકાવી નાખ્યા.
ધોની એ ટિમ ઇન્ડિયા ના નવા કેપ્ટન અને પોતાના સાથી વિરાટ કોહલીની તારીફો કરતા થાકતા ના હતા અને જણાવ્યું કે મારો અને કોહલીનો રીસ્તો ઘણો જૂનો છે અને બને વચ્ચે પેહલા થી જ એમની દોસ્તી ઘણી ખાસ રહી છે. ધોની ના જણાવ્યા અનુસાર, ‘ ધોની અને વિરાટ બને જુના દોસ્તો છે. વિરાટ એક એવો ખિલાડી છે કે જો તેને કોઈ પણ તક મળે તો એ તક ને કદી પણ છોડતો નથી. વિરાટ જયારે પણ રમવા ઉતરે છે અને એ મેચમાં જો 60-70 રન સુધી પહોંચતા હતા ત્યારે તે હંમેશ શતક વિષે જ વિચાર કરતો હતો.
મારો અને વિરાટનો સબંધ એટલો ઘનીષ્ટ છે કે હું વિરાટ પાસે 100 મંતવ્ય લઈને જઈશ તો પણ એ કોઈ પણ દબાવ વગર તે વિચારને ફગાવી પણ શકે છે : એમ એસ ધોની