રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) સામે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની છઠ્ઠી મેચમાં, કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે 69 બોલમાં 132 રનની શાનદાર અણનમ સદી રમી હતી. આ મેચમાં પંજાબે આરસીબીને 97 રનથી હાર આપી હતી.
રાહુલની મેચ-વિનિંગ ઇનિંગ્સની પ્રશંસા કરતાં રોહિત શર્માએ ટ્વિટ કર્યું કે, “કેએલ રાહુલે કેટલાક શોટ શાનદાર લગાવ્યા. ઉમદા શતક”.
રાહુલ આ આઈપીએલમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે, જ્યારે રાહુલની આઈપીએલ ઇતિહાસમાં આ બીજી સદી છે. આપને જણાવી દઈએ કે આ સદીથી રાહુલે તેના નામે ઘણા રેકોર્ડ બનાવ્યા છે રાહુલ આઈપીએલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. તેમજ તે સૌથી ઝડપી 2 હજાર રન બનાવનારો ભારતીય બન્યો. તેણે અનુભવી ભારતીય બેટ્સમેન અને મુંબઇ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડી સચિન તેંડુલકરનો આઠ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો. તેંડુલકરે 63 ઇનિંગ્સમાં આટલા રન બનાવ્યા હતા, જ્યારે રાહુલે 60 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.