વર્લ્ડ કપ 2019માં સૌથી પહેલા 500 રન પુરા કરનારા ડેવિડ વોર્નરે 1-1 રન લેવા માટે ખાસ્સી મહેનત કરી છે. આવું ઍટલા માટે કહેવું પડે છે કે ડેવિડ વોર્નરે રન બનાવવા માટે અતર સુધી 22 યાર્ડની પીચ પર કુલ મળીને 6 કિલોમીટરની દોડ લગાવી ચુક્યો છે.
તેણે બનાવેલા 500 રનમાંથી 282 રન તેણે દોડીને બનાવ્યા છે. તેણે ૨૨ યાર્ડની પીચ પર ૧, ૨ અને ૩ રન દોડીને લીધા છે અને તેના માટે તે કુલ મળીને 6160 યાર્ડ દોડ્યો છે. મતલબ કે તેણે કુલ મળીને 5.63 કિલોમીટરની દોડ લગાવી છે.
આ મામલે બીજા સ્થાને ઇંગ્લેન્ડનો જો રૂટ અને બાંગ્લાદેશનો શાકિબ અલ હસન છે જેમણે 272 રન દોડીને લીધા છે. આ સિવાય ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને 250 રન દોડીને ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશનો મુશ્ફીકર રહીમ 215 રન સાથે ચોથા તો ઍરોન ફિન્ચ 204 રન દોડીને પાંચમા સ્થાને છે. વિરાટ કોહલી વેસ્ટઇન્ડિઝ સામેની મેચ પહેલા 164 રન દોડીને રોહિત શર્મા સાથે સંયુક્ત રૂપે 8માં સ્થાને હતો.