વેસ્ટઇન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ ઘુંટણની ઇજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને ટોપ અોર્ડરના બેટ્સમેન સુનિલ અંબરિશના સમાવેશને આઇસીસીઍ મંજૂરી આપી દીધી છે. સુનિલ અંબરિશે આયરલેન્ડ ખાતેની ત્રિકોણીય સિરીઝમાં કેરિયર બેસ્ટ 148 રનની ઇનિંગ રમી હતી.
રસેલ પહેલાથી જ ઘુંટણની ઇજાથી પીડાતો હતો અને પાકિસ્તાન સામેની મેચમાં તેની ઍ ઇજા વધુ વકરી હતી. તે અોસ્ટ્રેલિયા સામેની મેચમાં પાછો ફર્યો હતો પણ તે ઍ મેચમાં બીજા સ્પેલ નાંખી શક્યો નહોતો. રસેલ ઇંગ્લેન્ડ સામે માત્ર બે અને બાંગ્લાદેશ સામે માત્ર 6 અોવર બોલિંગ કરી શક્યો હતો. ન્યુઝીલેન્ડ સામેની મેચ તે આ ઇજાને કારણે રમી શક્યો નહોતો. કિરોન પોલાર્ડ અને ડ્વેન બ્રાવોના નામ પણ વિચારાયા હતા પણ અંતે અંબરીશની પસંદગી થઇ હતી.