કોલકત્તા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમ્યાન બુધવારે રામાયેલ મેચમાં 168 રનના લક્ષ્યાંક નો પીછો કરતા ચેન્નાઇ સુપર કિંગ્સ માત્ર 10 રન થી પરાજય થઈ હતી.મેચ બાદ કેપ્ટન ધોની સહિત ચેન્નાઇ ના બેટ્સમેનો ટીકાનો શિકાર બન્યા હતા.
ખેલાડીઓના નબળા પ્રદર્શનના કારણે તમે જાણતા જ હશો કે પહેલા પત્નીઓ અને ગર્લફ્રેન્ડને ટ્રોલ કરવામાં આવતી હતી.પરંતુ ચિંતાજનક વાત એ છે કે આજે પહેલી વખત એવો બનાવ બન્યો છે કે મનપસંદ ટીમ ચેન્નાઇ હારી જતા ચેન્નાઇ સુપર કિંગ્સ ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ની 5 વર્ષીય પુત્રી શિકાર બની છે જેમાં કેટલાક લોકોએ ટ્વીટ અને ફેસબુક માં પોસ્ટ કરી છે કે બુધવારે મેચમાં હાર બાદ ધોની અને તેની પત્ની સાક્ષીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરવામાં આવી છે કે ધોની ની પુત્રી પર બળાત્કાર ની ધમકી આપવામાં આવી છે જે ખુબજ શરમજનક ઘટના છે.