T20 વર્લ્ડ કપ માં પાકિસ્તાને આ વખતે જોરદાર શરૂઆત કરતા તમામ ટીમો હવે પાકિસ્તાનને આ વખતે ફાઇનલ માટેની ફેવરીટ માણી રહી છે. પાકિસ્તાનની ટીમે ભારત અને ન્યુઝીલેન્ડ જેવી ધરખમ ટીમોને હરાવી છે. હવે અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડ જેવી નબળી ટીમો સાથે તેની આગળની મેચ છે. બીજી તરફ ભારતને હવે ન્યુઝીલેન્ડ સામે રમવાનું છે. ભારત ફાઇનલ સુધી પહોંચશે તેવું ઘણા ચાહકો માણી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનની ટીમના કોચ સકલેન મુસ્તાક T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થાય તેવું ઇચ્છી રહ્યા છે.અને તેમને વિશ્વાશ સાથે કહેતા જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન ફાઇનલમાં રમે તેવી તેમને આશા છે.
સકલેન મુસ્તાકે કહ્યું હતું કે ચાલુ ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ માનવતા અને પ્રેમની જીત હતી. તેણે મેચ પછી મેદાન પર ધોની પાસેથી પાકિસ્તાની ખેલાડીઓને સલાહ મળતી હોય અને વિરાટ કોહલીએ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યા હોય તેવા દ્રશ્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમને વધુમાં કહ્યું કે, ક્રિકેટ એ રમત છે. તેમાં જીતવું અને હારવું એ તેનો એક ભાગ છે. બાબર, રિઝવાન, વિરાટ, ધોનીને સલામ છે. કારણ કે, તેઓએ આખી દુનિયા અને બંને દેશો માટે સારો સંદેશ આપ્યો છે. હું હંમેશાં કહું છું, પ્રેમની જીત થાય અને નફરતની હાર થાય.
ઉલ્લેખનીય છે કે ભારતે હવે ફાઇનલ સુધીની સફર કરવી હશે તો ન્યૂઝીલૅન્ડ સામેની મેચમાં હર-હાલમાં જીતુવું પડશે તો ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવાના રસ્તા ખુલી જશે. ભારત માટે આ મેચ હાલ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે કારણકે ભારતનું પ્રદર્શન વર્લ્ડ કપમાં ન્યૂઝીલૅન્ડ સામે ખુબ ખરાબ છે. જો ભારત આ મેચ જીતી જશે તો આ વર્લ્ડ કપમાં આવનારી તેની મેચો હલકી ટીમો સાથે છે જેને ભારત આશાનીથી પરાસ્ત કરી શકે છે.