જોહાનિસબર્ગ માં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માં આફ્રિકા ના સ્ટાર બેસ્ટમેન હાશિમ અમલા એ પોતાની કારગિર્દી ની 100 ટેસ્ટ મેચ પુરી કરી છે. હાશિમ અમલા એ પોતાનું ફોર્મ જાળવી રાખતા અહીં રમાઈ રહેલી મેચ માં શાનદાર સદી ફટકારી છે. આ સદી ફાટકર્તાની સાથે જ અમલા ‘ Hundred in hundredth match ‘ ક્લબ સામેલ થઇ ગયો છે. આ ઉપરાંત આ ક્લબ માં Colin Cowdrey (1968), Javed Miandad (1989), Gordon Greenidge (1990), Alec Stewart (2000), Inzamam-ul-Haq (2005), Ricky Ponting (2006) and Graeme Smith (2012) સામેલ છે. આ ઉપરાંત રિકી પોન્ટીંગે પોતાની 100મી ટેસ્ટ ની બેવ ઇનિંગ માં સદી ફટકારનારો એક માત્ર બેસ્ટમેન છે.
આ ઉપરાંત હાશિમ અમલા 100 ટેસ્ટ મેચ રમનારા બેસ્ટમેનો ના કલબમાં પણ સામેલ થઇ ગયો છે, અમલા સાઉથ આફ્રિકાનો આઠમો બેસ્ટમેન છે. આ મેચમાં સદી ફાટકર્તાની સાથે જ અમલ એ ઇનઝિમામ ના 25 સદી નો રેકોર્ડ તોડીને વેસ્ટેન્ડીઝ ના સ્ટાર બેસ્ટમેન સર ગેરી સોબર્સ ના રેકોર્ડની બરોબરી કરી લીધી છે.