અમદાવાદ : સોમવારે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલા હુક્કો પીતા ફોટોગ્રાફને કારણે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા વિવાદમાં ફસાયો છે. ફાર્મહાઉસમાં કાળા રંગનાં કપડાં પહેરીને સ્ટાઇલથી હુક્કો પીતા પોતાના આ ફોટોને પોસ્ટ કરતાં તેણે લખ્યું હતું, ‘બચપન કાલી રાતોં મેં ઔર જવાની કાલે કામોં મે’. જોકે તેના આ ફોટોની સોશ્યલ મીડિયામાં ઘણી ટીકા કરવામાં આવી હતી. એક યુઝરે તેને વિવાદથી દૂર રહેવાની સલાહ આપતાં લખ્યું હતું કે ‘જડ્ડé, તુ યુવાનો માટે એક રોલ-મૉડલ છે. સ્ટાઇલના નામ પર આવી બધી વસ્તુઓનો પ્રચાર ન કર.’
અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે ‘કૅપ્ટન કોહલી જોઈ રહ્યો છે સર. સર જાડેજામાંથી માત્ર જાડેજા થઈ જઈશ.’
અન્ય એક યુઝરે લખ્યું હતું કે ‘જડ્ડéભાઈ, આવા ફોટો અપલોડ ન કરો. તમારી ઇમેજ ખરાબ થાય છે.’ એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે ‘જો યો-યોમાં ફેલ થઈ ગયો તો બીડી પીવાના પણ પૈસા નહીં રહે. જાડેજાના એક ફૅનને તો આ ફોટો તેના માટે ઘણો નુકસાનકારક લાગતાં તેણે લખ્યું હતું કે ‘ભાઈ, આ ફોટો હટાવી દે. તું મારો ફેવરિટ ખેલાડી છે. આવા ફોટો માટે ક્રિકેટ બોર્ડ તને કાઢી મૂકશે.’