પાકિસ્તાન સામે અહીં રમાયેલી મેચમાંં ઓસ્ટ્રેલિયાના ઓપનર ઍરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે ૨૨.૧ ઓવરમાં ૧૪૬
રનની ઓપનીંગ ભાગીદારી કરીને ઍક ખાસ યાદીમાં પોતાનું નામ સામેલ કર્યુ હતું. આ જોડી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે
સર્વાધિક રનની ભાગીદારી કરવા સંબંધી યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી હતી. ૧૯૯૨ના વર્લ્ડ કપમાં ડેસમન્ડ હેઇન્સ અને
બ્રાયન લારાઍ નોટઆઉટ ૧૭૫ રનની ઓપનીંગ ભાગીદારી કરી હતી. તે પછી ૧૯૯૬ના વર્લ્ડ કપમાંં રોબિન સ્મિથ અને
માઇકલ આથર્ટને કરાચી ખાતે ૧૪૭ રનની ભાગીદારી કરી હતી. ઍવું માત્ર પાંચ વાર જ બન્યું છે કે જેમાં વર્લ્ડકપમાં
પાકિસ્તાન સામે ઓપનરોઍ શતકીય ભાગીદારી કરી હોય.
વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે શતકીય ઓપનીંગ ભાગીદારીઓ
ખેલાડીઓ દેશ મેદાન ભાગીદારી વર્ષ
હેઇન્સ-લારા વેસ્ટઇન્ડિઝ મેલબોર્ન ૧૭૫ ૧૯૯૨
સ્મિથ-આથર્ટન ઇંગ્લેન્ડ કરાચી ૧૪૭ ૧૯૯૬
વોર્નર-ફિન્ચ ઓસ્ટ્રેલિયા ટોન્ટન ૧૪૬ ૨૦૧૯
ગ્રિનીજ-હેઇન્સ વેસ્ટઇન્ડિઝ ઓવલ ૧૩૨ ૧૯૭૯
ફલાવર-ટાવરે ઝિમ્બાબ્વે માન્ચેસ્ટર ૧૧૫ ૧૯૮૩