નવી દિલ્હી : આજથી 17 વર્ષ પહેલાં, 23 માર્ચ 2003 ના રોજ, રિકી પોન્ટિંગની કાંગારૂ ટીમે બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ભારતનું સપનું તોડી નાખ્યું હતું.
23 માર્ચ 2003 ના રોજ રમાયેલી આ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં, ઓસ્ટ્રેલિયાએ સતત બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ પરાજય હજી પણ ભારતને ખુબ ડંખે છે.
સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, સૌરવ ગાંગુલી અને ઝહીર ખાન જેવા સ્ટાર ખેલાડીઓથી સજ્જ આ ટીમ ઇન્ડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
On this day 17 years ago, @RickyPonting produced one of the all-time great innings as Australia claimed the 2003 World Cup title!
Watch the awesome full video HERE: https://t.co/Gdr6uPiZgu pic.twitter.com/8kJGZyDU3m
— cricket.com.au (@cricketcomau) March 23, 2020
સૌરવ ગાંગુલીની અધ્યક્ષતાવાળી ટીમ ઈન્ડિયા 2003 ના વર્લ્ડ કપમાં ખિતાબ જીતવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવી હતી. પરંતુ ફાઇનલમાં કાંગારૂઓ તરફથી એકતરફી હાર મળી.
1983 ના વર્લ્ડ કપના 20 વર્ષ બાદ ભારતીય ટીમ 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. આ નિર્ણાયક મેચમાં ભારતે ટોસ જીતી લીધો હતો, પરંતુ ગાંગુલીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
#OnThisDay in 2003, Australia sealed a second consecutive @CricketWorldCup title ?
Captain @RickyPonting's brilliant 140 led them to a 125-run win over ?? pic.twitter.com/rpKwL9rEh1
— ICC (@ICC) March 23, 2020
પ્રથમ મેચ રમતા ઓસ્ટ્રેલિયાએ ભારતીય બોલરોને જોરદાર પરાજય આપ્યો હતો અને 50 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 359 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી રિકી પોન્ટિંગ અણનમ 140 અને ડેનિયલ માર્ટિને 88 રન બનાવ્યા હતા. ત્યારથી કહેવાય છે કે, પોન્ટિંગની ધમાકેદાર ઇનિંગ્સે વર્લ્ડકપ છનવી લીધો.