નવી દિલ્હી : ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર નિર્ણાયક ટેસ્ટના અંતિમ દિવસે 399 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટિમ 129 રન પર જ સમેટાઈ ગઈ હતી. આ રીતે, ઇંગ્લેન્ડે 269 રનથી મેચ જીતીને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ 2-1થી કબજે કરી લીધી. વિન્ડીઝે 10/2 ના સ્કોર સાથે 27 જુલાઈ, મંગળવારે રમવાનું શરૂ કર્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 5 વિકેટ લીધી હતી, જ્યારે સ્ટુઅર્ટ બ્રોડને 4 સફળતા મળી હતી. બ્રોડે આ મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી. તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો, જ્યારે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ બ્રોડ અને રોસ્ટન ચેઝ સંયુક્ત રીતે બન્યો.
વિન્ડિઝને પહેલો ફટકો સ્ટુઅર્ટ બ્રોડે 45 ના સ્કોર પર આપ્યો હતો. આ સાથે તેણે તેની ટેસ્ટ કારકિર્દીની 500 વિકેટ પૂર્ણ કરી. તેણે એલબીડબ્લ્યુથી ક્રેગ બ્રેથવેટ (19) ની 140 મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. તે 500 વિકેટના જાદુઈ આંકડાને સ્પર્શ કરનારો વિશ્વનો સાતમો બોલર છે.
https://twitter.com/ICC/status/1288111804929830914