પીસીબી દ્વારા પાકિસ્તાન સુપર લીગ ના ફાઇનલ મુકાબલા ને લાહોર માં રમાડવાની જાહેરાત કરતા અહીંના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પરંતુ, પાકિસ્તાન માં થયેલા બોલ વિસ્ફોટો ની અસર પીએસએલ પર પણ જોવા મળી છે. પીએસએલ ફાઇનલ લાહોર માં રમવાની ઘોષણા થતા સાત વિદેશી ખિલાડીઓ એ ગભરાઈ ને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આમ તો પીએસએલ ની બાકીની મેચો દુબઇ માં રમાઈ હતી. જે ખિલાડીઓએ પોતાના નામ પાછા લીધા છે એમાં ઈંગ્લેન્ડ ના ત્રણ ખિલાડી પણ સામેલ છે. પાકિસ્તાન માં ગત બુધવારે કવેટા માં થયેલા વિસ્ફોટ માં 4 લોકો ઘાયલ થયા છે. એક અઠવાડિયા પેહલા લાહોર માં થયેલા વિસ્ફોટ માં 10 લોકો મારી ગયા હતા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. લગભગ બે અઠવાડિયા પેહલા શાહબાજ કાળન્દર ની દરગાહ માં થયેલા ધમાકા માં 100 વધુ લોકોની હત્યા થઇ હતી.
ઈંગ્લેન્ડ ના જે ત્રણ ખિલાડીઓ એ એમના નામ પાંચ ખેંચ્યા છે એમાં કેવિન પીટરસન, ટાઈમ્સ મિલ્સ અને લુક રાઈટ કે જે ગ્લેડિએટર્સ ટિમ માંથી રમે છે. અને શિવાય બાંગ્લાદેશ ના મહમદુલ્લાહ, શ્રીલંકા ના તીસારા પરેરા, ન્યૂઝીલેન્ડ ના નાથન મેક્કુલમ અને દક્ષિણ આફ્રિકા ના રાઇલી રુસો એ પણ લાહોર માં મેચ રમવામાં વાંધો જતાવ્યો છે. આ ખિલાડીઓએ બુધવારે જણાવ્યું કે 5 માર્ચે લાહોર માં આયોજિત પીએસએલ ફાઇનલ માં નહિ રમે. લાહોર આવવાની ખિલાડીઓ શિવાય કેટલાક કોમેંટેટોરોએ પણ લાહોર જવાની ના પડી દીધી છે. લુક રાઈટે ટવિટ કરતા જણાવ્યું કે ‘ હું ઘર સંસાર વાળો છું, અને હું એટલે જ પાકિસ્તાન જવાનો ખતરો નથી લઇ શકતો. મને એ જનાવતા ઘણું દુઃખ થઇ છે કે હું લાહોર નથી જઈ રહ્યો.’
રાઈટે પોતાના બીજા ટ્વિટ માં જણાવ્યું કે હું ક્રિકેટ ના પ્રેમીઓ થી માફી માંગુ છુ. એમને વધુ જણાવ્યું આવતા કે આવનાર સમય માં એ પાકિસ્તાન માં જરૂરથી રમશે. રાઈટ શિવાય કેવિન પીટર્સને અને મિલ્સે પણ દુબઇ થી જ પીએસએલ ને અલવિદા કહી દીધું. પીટર્સને જણાવ્યું કે હવે હું દુબઇ થી સીધો લંડન જઈશ. પરિવાર જોડે થોડો ટાઈમ પસાર કરશે.