આજે અહી રમાયેલી વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલિયાઍ ઉસ્માન ખ્વાજાની જોરદાર ઇનિંગની મદદથી શ્રીલંકાને 5 વિકેટે હરાવી હતી. શ્રીલંકાઍ પ્રથમ દાવ લઇને 8 વિકેટના ભોગે 239 રન બનાવ્યા હતા. જેની સામે ઓસ્ટ્રેલિયાઍ ખ્વાજાની 89 રનની જારદાર ઇનિંગની મદદથી 44.5 ઓવરમાં 5 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇને જીત મેળવી હતી.
શ્રીલંકાઍ પ્રથમ દાવ લેતા કેપ્ટન કુમારરત્ને અને થિરિમાનેઍ 44 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. જો કે આ સ્કોર પર કરુણારત્ને અંગત 16 રન કરીને આઉટ થયો હતો. તે પછી શ્રીલંકાઍ 71 રનના સ્કોર પર કુસલ પરેરાની અને 110ના સ્કોર પર થિરિમાનેની વિકેટ ગુમાવી હતી. તે પછી કુસલ મેન્ડિસ 117 રનના સ્કોર પર આઉટ થયો હતો. શ્રીલંકા માટે ડિસિલ્વાઍ અંતિમ ઓવરોમાં 43 રનની ઇનિંગ રમતા તેઓ 239 રનના સ્કોર સુધી પહોંચ્યા હતા.
240 રનના લક્ષ્યાંકને પામવા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી અને ફિન્ચ ફરી ઍકવાર ફેલ ગયો હતો. 16 રને પહેલી વિકેટ ઓસ્ટ્રેલિયાઍ ગુમાવી હતી, જો કે તે પછી ઉસ્માન ખ્વાજા સાથે શોન માર્શે 80 રનની ભાગીદારી કરી હતી અને માર્શ 34 રન કરીને આઉટ થયો તે પછી ગ્લેન મેક્સવેલ ખ્વાજા સાથે જાડાયો હતો. બંને વચ્ચે 65 રનની ભાગીદારી થઇ હતી અને તે પછી મેક્સવેલ 36 રન કરીને 161 રનના સ્કોર પર આઉટ થયો હતો. તે પછી સ્ટોઇનીસ સાથે ખ્વાજાઍ 42 રનની ભાગીદારી કરી હતી. સ્ટોઇનીસ 32 રન કરીને આઉટ થયો ત્યારે સ્કોર 203 રન હતો અને ઓસ્ટ્રેલિયા વિજયથી 37 રન દૂર હતું. સ્કોર 218 પર પહોંચ્યો ત્યારે ખ્વાજા પણ આઉટ થયો હતો, જો કે તે પછી ઍલેક્સ કેરી અને કમિન્સ ટીમને વિજય સુધી લઇ ગયા હતા.