Abhishek Sharma Century અભિષેક શર્માની તોફાની સદી: 40 બોલમાં તોડ્યા અનેક રેકોર્ડ
Abhishek Sharma Century IPL 2025 ની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના યુવા ઓપનર અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે એવી તોફાની બેટિંગ કરી કે ક્રિકેટપ્રેમીઓ દંગ રહી ગયા. માત્ર 40 બોલમાં સદી ફટકારીને તેણે માત્ર ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી નહિ, પણ ઘણા નવા રેકોર્ડ પણ સ્થાપિત કર્યા.
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં અભિષેકે 55 બોલમાં 141 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં તેણે 14 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન તેણે એક પછી એક બોલરોને હેરાન કરીને પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું. ટ્રેવિસ હેડે અભિષેકને બેફામ બેટિંગ માટે પૂરતો સાથ આપ્યો અને તેણે 66 રન બનાવ્યા.
અભિષેકની આ ઇનિંગે ન માત્ર મેચનો રુખ બદલી નાખ્યો, પણ IPLના ઇતિહાસમાં તેની નકલ કરશે તેવી ઇનિંગ બની. માત્ર 40 બોલમાં સદી ફટકારીને અભિષેક IPLના સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો. IPLમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, જેમણે 2013માં 30 બોલમાં સદી ફટકારી હતી.
https://twitter.com/IPL/status/1911116226098610549
સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓ (IPL):
30 બોલ: 크િસ ગેલ (RCB, 2013)
37 બોલ: યૂસુફ પઠાણ (RR, 2010)
38 બોલ: ડેવિડ મિલર (PBKS, 2013)
39 બોલ: ટ્રેવિસ હેડ (SRH, 2024)
39 બોલ: પ્રિયાંશ આર્ય (PBKS, 2025)
40 બોલ: અભિષેક શર્મા (SRH, 2025)
https://twitter.com/SunRisers/status/1911109848772550687
અભિષેકે આ ઇનિંગમાં AB ડી વિલિયર્સનો 133 રનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે અને હવે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ત્રીજા નંબરનો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં પહેલા ક્રિસ ગેલ (175) અને બીજા બ્રેન્ડન મેકકુલમ (158) છે.
અભિષેક શર્માની આ ઇનિંગ SRH માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ અને તેણે ફરી સાબિત કર્યું કે તે આગામી સમયમાં ભારતીય ટીમ માટે મજબૂત દાવેદાર બની શકે છે.