પ્રથમ વખત IPLમાં ઉતરેલા ગુજરાત ટાઇટન્સ (GT)ને બનાવનાર તેના કેપ્ટન હાર્દિક પંડ્યાની પ્રથમ પ્રયાસમાં જ સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. રવિવારે રાત્રે ટ્રોફી જીત્યા બાદ ટીમ મેનેજમેન્ટે સોમવારે સાંજે અમદાવાદમાં ચાહકો સાથે ઉજવણી કરી હતી.આ ઉજવણી માટે એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીમના તમામ ખેલાડીઓએ વિજય સરઘસમાં ભાગ લીધો હતો. આ રંગારંગ કાર્યક્રમ બાદ હાર્દિક પંડ્યા પરિવાર સાથે મોડી રાત્રે મુંબઈ પરત ફર્યો હતો. મુંબઈ એરપોર્ટ પર હાર્દિક અને તેની પત્નીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા તેના પુત્ર અગસ્ત્યને હાથમાં પકડીને સફેદ માસ્ક પહેરેલો છે, જ્યારે પત્ની નતાશા સફેદ ટોપમાં અને જાંબલી બેગ સાથે જાંબલી લોઅરમાં જોવા મળી રહી છે.આ દરમિયાન નતાશા ગુજરાત ટાઇટન્સ (GT)નો માસ્ક પહેરેલી જોવા મળી હતી. હાર્દિકનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પણ એરપોર્ટની બહાર જોવા મળ્યો હતો, જે પંડ્યા બ્રધર્સની લક્ઝરી કાર જી વેગનમાં એરપોર્ટ પર તેને રિસીવ કરવા આવ્યો હતો. અગાઉ, સોમવારે સાંજે રોડ શો પછી, ગુજરાતની ટીમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળી હતી, જેમણે ટીમને આ શાનદાર જીત માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી પટેલે હાર્દિક પંડ્યાને જીત બદલ સ્મૃતિ ચિહ્ન પણ આપ્યું હતું. આ પ્રસંગે હાર્દિકે સીએમ સાથેની વાતચીતમાં એ પણ જણાવ્યું કે તે પ્રેક્ટિસમાં તેમની સાથે ખીચડી ખાવા માટે ચોક્કસ લે છે.
GTની જીત પર નતાશા થઇ હતી ભાવૂક પતિને ગળે વળગી રડી પડી હતી..
ગુજરાત ટાઇટન્સ ની જીત સાથે જ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને ટીમની ઉજવણીની તસવીરો તેમને વધામણી આપતા સ્ટેટ્સ અને તસવીરો શેર થઇ રહી છે. ત્યારે ટીમની ઉજવણીમાં હાર્દિક પંડ્યાની સૌથી ખાસ તેની પત્ની નતાશાની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે જે મેચ પત્યા બાદની છે. મેચ બાદ હાર્દિકની જીત બાદ તે ભાવુક થઇ હતી. લાંબા સમય સુધી તે હાર્દિકને ગળે વળગી રહી હતી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ સુંદર ક્ષણની તસવીરો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર્દિક એમએસ ધોની, ગૌતમ ગંભીર અને રોહિત શર્મા બાદ ચેમ્પિયન બનનાર ચોથા ભારતીય ક્રિકેટર બન્યો છે. આ સમયે નતાશાની આંખો ભીની થઇ ગઇ હતી તે ભાવૂક થઇ ગઇ હતી. જે બાદ તેણે હાર્દિકને ગળે લગાવી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.