નવ દિલ્હી : ભારતીય ઉપ-સુકાની (વાઇસ – કેપ્ટ્ન) અજિંક્ય રહાણેએ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની તૈયારીને મજબૂત બનાવતા ન્યૂઝીલેન્ડ એ સામે ડ્રો રહેલા ચાર દિવસીય મેચમાં ભારત એ માટે અણનમ 101 રન બનાવ્યા હતા.
ચોથા દિવસે મેચ ડ્રો રહી ત્યારે ન્યૂઝીલેન્ડ એ 9 વિકેટે 386 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારત એ પાંચ વિકેટે 467 રન બનાવ્યા હતા. આ બીજી બિનસત્તાવાર ટેસ્ટ સાથે, ભારત એનો પ્રવાસ પણ પૂરો થયો.
રહાણે 148 બોલમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 101 રને અણનમ રહ્યો. પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારનાર શુભમન ગિલે બીજી બિનસત્તાવાર ટેસ્ટના ત્રીજા દિવસે બીજી સદી પૂરી કરી હતી. તેણે 136 રનની ઇનિંગ્સ રમી હતી.