મુંબઇમાં આજે બોલીવુ સ્ટાર્સ અને ક્રિકેટના સ્ટાર્સ વચ્ચે સેલિબ્રિટી ફુટબોલ મેચ રમાઇ હતી. જેમાં ક્રિકેટના સ્ટાર્સ ઓલ હાર્ટ અને બોલીવુડના સ્ટાર્સે ઓલ સ્ટાર્સની ટીમ બનાવી હતી. આ ફ્રેંડલી મેચમાં ક્રિકેટરોના સ્ટાર્સ “ઓલ હાર્ટે” બોલીવુડની ટીમ “ઓલ સ્ટાર્સ”ને 6-3 થી માત આપી હતી. ઓલ હાર્ટની ટીમ તરફથી મહેન્દ્રસિંહ ધોની અને અનિરૂદ્ધ શ્રીકાંતે 2-2 ગોલ કર્યા હતા. તો વિરાટ કોહલી, કેદાર જાધવ અને શિખર ધવને 1-1 ગોલ કર્યા હતા. તો ઓલ સ્ટાર્સની ટીમ તરફથી શબ્બીર આલુવાલિયા, આદર જૈન અને રણબીર કપુરે 1-1 ગોલ કર્યા હતા.
બીજા હાફમાં પણ ઓલ હાર્ટની ટીમ આગળ રહી
બીજા હાફની શરૂઆતમાં અરમાનના રૂપમાં ઓલ સ્ટાર્સની ટીમને પહેલો યેલ્લો કાર્ય મળ્યું હતું. જેના કારણે ઓલ હાર્ટની ટીમને પેનલ્ટી મળી જેને અનિરૂદ્ધે ગોલમાં ફેરવી હતી. જેના કારણે ઓલ હાર્ટનો સ્કોર 4-1 પહોચી ગયો હતો. મેચની 57ની મીનીટે રણબીર કપુરે એક ગોલ કર્યો હતો. જેના જવાબમાં ઓલ હાર્ટે મેચની 86મી મીનીટે કેદાર જાધવે ગોલ કર્યો હતો.આમ 90 મીનીટમાં સ્કોર 6-3 થી કરતા ઓલ હાર્ટે મેચ પોતાના નામે કરી હતી.
પહેલા હાફમાં ઓલ હાર્ટે 3 ગોલ કર્યા
મેચ શરૂ થવાના 6 મીનીટમાં મહેન્દ્રસિંહ ધોનીએ ઓલ હાર્ટ ટીમ તરફથીલ પહેલો ગોલ કર્યો હતો. પહેલો ગોલ કર્યા બાદ બન્ને ટીમોએ શાનદાર રમત દાખવી હતી. પરંતુ 39મી મીનીટે ધોનીએ ફરીથી એક ગોલ કરીને ઓલ હાર્ટની ટીમનો સ્કોર 2-0 સુધી પહોચાડી દીધો હતો. તરત 2 મીનીટ બાદ અનિરૂદ્ધે ઓલ હાર્ટ તરફથી વધુ એક ગોલ કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. ઘણી મહેનત બાદ ઓલ સ્ટાર્સ ટીમના સ્ટાર રણબીર કપુરે એક કરીને મેચમાં ટીમની આશા જીવંત રાખી હતી. પરંતુ પહેલા હાફ બાદ ઓલ સ્ટાર્સ ટીમ પર દબાણ વધતુ જતું હતું.