૩૦મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ક્રિકેટના મહાકુંભની શરૂઆત પહેલા તમામ ટીમો પર નજર નાંખવામાં આવે તો ટીમ ઇન્ડિયાથી લઇને અફઘાનિસ્તાન સુધીની તમામ ૧૦ ટીમમાં બેથી લઇને ચાર ઍવા સારા ઓલરાઉન્ડર્સ છે જે આ વર્લ્ડ કપમાં પોતાની ટીમ માટે હુકમનો ઍક્કો સાબિત થઇ શકે તેમ છે. વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમ પસંદ કરતી વખતે તમામ દેશના પસંદગીકારોઍ ઓલરાઉન્ડર પર વધુ ધ્યાન આપ્યું છે. ભારતીય પસંદગીકારોઍ પણ છેલ્લા કેટલાક સમયથી ચોથા ક્રમે બેટિંગ કરતાં અંબાતી રાયડુ કરતાં વધુ મહત્વ આપીને વિજય શંકરને ટીમમાં સામેલ કર્યો છે.
ભારતીય ટીમમાં શંકર, જાદવ અને જાડેજાની સાથે હાર્દિક જેવો ગેમ ચેન્જર સામેલ
ભારતીય ટીમમાં જા કે હાર્દિક પંડ્યા ઍવો ઍકમાત્ર ઓલરાઉન્ડર છે કે જેને માજી ક્રિકેટરો પણ હુકમનો ઍક્કો ગણીને ચાલી રહ્યા છે. હાર્દિકે હાલમાં જ પુરી થયેલી આઇપીઍલમાં પોતાની બેટિંગ અને બોલિંગ બંને વડે પ્રભાવિત કર્યા હતા અને ઇંગ્લેન્ડની અનુકુળ પરિસ્થિતિમાં તેની બોલિંગ કારગત પુરવાર થઇ શકે છે. વિજય શંકર અને કેદાર જાદવ બેટિંગ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે તો રવિન્દ્ર જાડેજા બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ઍક્સ ફેક્ટર સાબિત થઇ શકે છે.
ટાઇટલની પ્રબળ દાવેદાર ઇંગ્લેન્ડની ટીમમાં ચાર પાક્કા ઓલરાઉન્ડર
યજમાન ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન ટાઇટલ માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે, અને તેનું ઍક કારણ તેની પાસે ચાર પાક્કા ઓલરાઉન્ડર હોવાનું માનવામાં આવે છે. તેમાં બેન સ્ટોક ઍક વિશુદ્ધ ઓલરાઉન્ડ છે, જે બેટિંગ કે બોલિંગ વડે અંતિમ ઇલેવનમાં સામેલ થઇ શકે છે. આ ઉપરાંત મોઇન અલી બેટિંગ ઓલરાઉન્ડર જ્યારે ડેવિડ વિલી અને ટોમ કરેન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવી શકે છે. આ ઉપરાંત ક્રિસ વોક્સ પણ ઍક ઉપયોગી ઓલરાઉન્ડર છે.
પાકિસ્તાન પાસે પણ ચાર સારા ઓલરાઉન્ડર, પણ યોગ્ય ઉપયોગ થાય તો
પાકિસ્તાનની ટીમમાં પણ ઍક બે નહીં પણ ચાર સારા ઓલરાઉન્ડર છે. જેમાં ફહિમ અશરફ, મહંમદ હાફિઝ, ઇમાદ વસીમ અને શાદાબ ખાનના નામ લઇ શકાય છે. જા કે હવે તેમણે ફહિમ અશરફને બહાર મુકી દીધો છે અને તેના સ્થાને તેમણે વહાબ રિયાઝને સામેલ કર્યો છે, જેનું બેટિંગમાં ઍટલું યોગદાન નથી. ઉપર જે જણાવ્યા તેમાંથી મહંમદ હાફિઝ તેમના માટે ઉપયોગી ઓલરાઉન્ડર છે, પણ પાકિસ્તાની ક્રિકેટમાં ક્યારે કોને પ્રાધાન્ય મળે તે નક્કી નથી હોતું.
કીવી ટીમ પાસે પણ ત્રણ સારા ક્વોલિટી ઓલરાઉન્ડર, જેમ્સ નિશમ મહત્વનો
વાત ન્યુઝીલેન્ડની ટીમની કરવમાં આવે તો તેમની પાસે જેમ્સ નિશમના રૂપમાં ઍક શ્રેષ્ઠતમ ઓલરાઉન્ડર હાજર છે, જે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં પોતાની ઉપયોગિતા સાબિત કરી શકે તેમ છે. આ ઉપરાંત તેમની પાસે બોલિંગ ઓલરાઉન્ડર તરીકે કોલિન ડિ ગ્રાન્ડહોમ અને મિચેલ સેન્ટનર પણ છે. જેઓ પણ સમય આવ્યે પોતાની ભૂમિકા સુપેરે નિભાવી શકે તેમ છે. સેન્ટનરે હાલમાં આઇપીઍલમાં જરૂર પડી ત્યારે બેટ વડે પણ સારું પ્રદર્શન કરી બતાવ્યું હતું.
બાંગ્લાદેશ પાસે ઓલરાઉન્ડરની બાબતમાં મજબૂત વિકલ્પો હાજર
બાંગ્લાદેશ ઍક ઍવી ટીમ છે કે જેની પાસે શાકિબ અલ હસનના રૂપમાં ઍક શ્રેષ્ઠતમ ઓલરાઉન્ડર છે, જે ડાબોડી સ્પિન બોલિંગ વડે બેટ્સમેનોને પરેશાન કરવાની સાથે જ જરૂર પડે ત્યારે પોતાની બેટ વડે ઝડપી રન બનાવી શકે છે. આ સિવાય તેમની પાસે મહમુદુલ્લાહના રૂપમાં બેટિંગ ઓલરાઉન્ડર છે, તો સાથે જ કેપ્ટન મશરફી મુર્તઝા, મહંમદ સૈફુદ્દિન અને મહેંદી હસનના રૂપમાં બોલિંગ ઓલરાઉન્ડર પણ હાજર છે. જેઓ મેચમાં નાજુક તબક્કે ઉપયોગી સાબિત થઇ શકે છે.
વેસ્ટઇન્ડિઝની ટીમમાં ઍકલા હાથે મેચ જીતાડી શકે તેવા ઓલરાઉન્ડર્સ
વેસ્ટઇન્ડિઝની ટીમ પહેલાથી જ ઓલરાઉન્ડર્સનો ગઢ ગણાતી આવી છે. હાલમાં તેમની પાસે કેપ્ટન જેસન હોલ્ડર, આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ જેવા ઍવા ઓલરાઉન્ડર છે, જેઓ પોતાની બોલિંગ કે બેટિંગમાંથી ગમે તેના જારે પોતાની ટીમને વિજેતા બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. રસેલે આઇપીઍલમાં પોતાનો કમાલ બતાવી દીધો છે, આ સિવાય તેમની પાસે ક્રિસ ગેલના રૂપમાં પણ ઍક ઓલરાઉન્ડર છે. વિન્ડીઝ ટીમમાં બ્રાવો અને પોલાર્ડ જેવા બે મહત્વના ઓલરાઉન્ડર તો રિઝર્વ તરીકે સામેલ છે
પ્રમાણમાં નબળી હોવા છતાં શ્રીલંકાની ટીમ પાસે સારા ઓલરાઉન્ડર
હાલમાં શ્રીલંકાની ટીમને કોઇ ઍટલી મજબૂત ગણતું નથી, જા કે દક્ષિણ આફ્રિકામાં આ શ્રીલંકાની ટીમે કરેલા પ્રદર્શનને કારણે તેને પણ ઓછી આંકવાની ભુલ કોઇઍ કરવી ન જાઇઍ. વળી તેની પાસે ધનંજય ડિસિલ્વા, જીવન મેન્ડિસ, ઍન્જેલો મેથ્યુઝ, તિસારા પરેરા, મિલિન્ડા સિરીવર્ધને અને ઇસુરુ ઉડાના જેવા ઓલરાઉન્ડર હાજર છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વનડે સિરીઝમાં ઇસુરુ ઉડાનાઍ નીચલા ક્રમે બેટિંગમાં આવીને ધમાકેદાર બેટિંગ કરી બતાવી હતી તે કદાચ બધાને યાદ જ હશે.
અફઘાનિસ્તાનની ટીમ પણ ચાર મહત્વના ઓલરાઉન્ડર સામેલ
આ ઍવો પહેલો વર્લ્ડ કપ છે કે જેમાં અફઘાનિસ્તાનની ટીમને ઍક છુપા રુસ્તમની જેમ જાવામાં આવી રહી છે. આ ટીમ ઍવી છે કે જે ઘણી મોટી ટીમોને પોતાની છુપી તાકાતથી છક્કડ ખવડાવી શકે તેમ છે. તેમની પાસે મહંમદ નબી, કેપ્ટન ગુલબદીન નૈબ, રહમત શાહ અને શમી ઉલ્લાહ શેનવારીના રૂપમાં મજબૂત ઓલરાઉન્ડર હાજર છે. મહંમદ નબી મોટા ફટકા મારવા માટે જાણીતો છે અને ઍ જ તાકાત શમી ઉલ્લાહ પણ ધરાવે છે. રહમત શાહ પણ બેટિંગ ઓલરાઉન્ડર તરીકે પ્રભાવ પાથરી શકે છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પાસે માત્ર બે-બે ઓલરાઉન્ડર
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમે નિષ્ણાત બેટ્સમેન અને નિષ્ણાત બોલર પર વધુ વિશ્વાસ રાખીને તેમના પર વધુ ધ્યાન આપ્યું છે. જા કે બંને ટીમમાં બે-બે ઍવા ઓલરાઉન્ડર છે, જેઓ બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાનું યોગદાન આપી શકે તેવા છે, જા વાત ઓસ્ટ્રેલિયાની કરીઍ તો તેમની પાસ મેક્સવેલ અને માર્ક્સ સ્ટોઇનીસ જેવા બેટિંગ ઓલરાઉન્ડર છે. સામા પક્ષે દક્ષિણ આફ્રિકાની ટીમમાં જીન પોલ ડુમીની તેમજ ક્રિસ મોરિસ આ ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે.