નવી દિલ્હી : ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને ઘરે કેવી રીતે ફિટ રહેવું તે સમજાવી દીધું છે. એન્ડરસનએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે પોતાની પુત્રી સાથે બેંચ પ્રેસ એક્સરસાઇઝ કરતો જોવા મળી રહ્યો છે. એન્ડરસનએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “દીકરીઓ મારી તાલીમમાં મદદ કરવામાં ખુશ છે.”
કોરોના વાયરસને કારણે, વિશ્વની તમામ પ્રવૃત્તિઓ બંધ છે અને આ કારણોસર ઇંગ્લેંડની ક્રિકેટ સીઝન પણ બંધ થઈ ગઈ છે. એન્ડરસનએ અગાઉ કહ્યું હતું કે, તેને જલ્દીથી ક્રિકેટ સીઝન શરૂ થાય તેવી આશા નથી. જુઓ Video…