વર્લ્ડકપની રવિવારે રમાયેલી ફાઇનલમાં જે ઓવર થ્રોના રન ઇંગ્લેન્ડની જીત માટે નિર્ણાયક બન્યા તે બાબતે ત્રણ દિવસ પછી ઇંગ્લેન્ડના જ ઝડપી બોલર જેમ્સ ઍન્ડરસને ઍવો ખુલાસો કર્યો છે કે ઇંગ્લેન્ડના વિજય માટે હીરો સાબિત થયેલા બેન સ્ટોક્સે અમ્પાયરોને ઓવર થ્રોના ઍ રન ઇંગ્લેન્ડના સ્કોરમાંથી હટાવી દેવાની વાત કરી હતી.
ટેસ્ટ ટીમમાં સ્ટોક્સના સાથી ઍન્ડરસને કહ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તરત જ સ્ટોક્સે પોતાના હાથ ઉઠાવીને માફી માગી હતી અને તે પછી અમ્પાયરોની પાસે જઇને અપીલ કરી હતી કે તેઓ તેમનો નિર્ણય બદલી દે. અમને આ રન નથી જાઇતા. જો કે અમ્પાયરો નિયમને અનુસર્યા. ક્રિકેટનો ઍ શિષ્ટાચાર છે કે જા બોલ બેટ્સમેન સાથે કે તેની બેટ સાથે અથડાઇને કશે જાય તો ખેલાડીઓ રન દોડતા નથી પણ જો તે બોલ બાઉન્ડરી બહાર ચાલ્યો જાય તો ઍ ચોગ્ગો ગણાય અને તેમાં કોઇ કંઇ કરી ન શકે.