વર્લ્ડકપમાં વિજય મેળવ્યા પછી ઇંગ્લેન્ડ ગુરૂવારથી અહીં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઇ રહેલી ઍશિઝ ટેસ્ટ સિરીઝ પણ જીતીને ઘરઆંગણેની સિઝનનો અંત બેવડી સફળતા સાથે કરવા માગશે, જો કે છેલ્લા 19 વર્ષથી ઇંગ્લેન્ડની ધરતી પર ઍશિઝ સિરીઝ જીતવામાં નિષ્ફળ રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમની નજર આ વખતે ઇતિહાસ રચવા પર હશે. 50 ઓવરના ફોર્મેટમાં જા વર્લ્ડકપ ટોચની સ્પર્ધા છે તો ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ માટે ઍશિઝથી વિશેષ કંઇ જ નથી.
પહેલીવાર વર્લ્ડકપ જીતનારી ઇંગ્લેન્ડની ટીમ ઍશિઝ સિરીઝને જીતીને પોતાના ચાહકોને ડબલ ડોઝ આપવાની ઇચ્છા ભલે ધરાવતી હોય પણ સામે પક્ષે ટીમ પેનની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઇતિહાસ બદલીને ઍશિઝ સિરીઝ જીતવાની ખેવના ધરાવતી હશે. બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે પ્રતિબંધિત થયેલા માજી કેપ્ટન સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રાફટ આ સિરીઝમાં ફરી ઍકસાથે મેદાને પડશે. વર્લ્ડકપ દરમિયાન વોર્નર અને સ્મિથે જે હુટીંગનો સામનો કર્યો તેવો બેનક્રાફટે પણ સહન કરવો પડી શકે છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ઇંગ્લેન્ડમાં સીમ બોલિંગને અનુકુળ પીચો પર ડ્યુક બોલ સામે હંમેશા ઝઝુમવું પડે છે. જો કે ડરહમ વતી કાઉન્ટી ક્રિકેટ રમનારા બેનક્રાફટ જેવા ખેલાડીઓને અહીંની સ્થિતિનો અનુભવ છે.
ઍશિઝ સિરીઝના કેટલાક રસપ્રદ રેકોર્ડ
ટીમનો સર્વોચ્ચ સ્કોર : 903/7 ઇંગ્લેન્ડ, 1938, ઓવલ
ટીમનો સૌથી નીચો સ્કોર : 36 રન, ઓસ્ટ્રેલિયા, 1902, ર્બમિંઘમ
સૌથી મોટો વિજય : ઍક દાવ અને 519 રને ઇંગ્લેન્ડનો વિજય, 1938, ઓવલ
સૌથી નાનો વિજય : 2 રને, ઇંગ્લેન્ડ. 2005 ર્બમિંઘમ
ઍક ટેસ્ટમાં કુલ મળીને સર્વાધિક રન : 1753 રન, 1921, ઍડિલેડ
સૌથી મોટી ભાગીદારી : 451 રન ડોન બ્રેડમેન-બિલ પોસફોર્ડ બીજી વિકેટ માટે (1934)
ઍશિઝ સિરીઝમાં સૌથી ઓછા રને વિજય
વિજેતા માર્જીન મેદાન તારીખ
ઇંગ્લેન્ડ 2 રન ર્બમિંઘમ 2ઓગસ્ટ 2005
ઓસ્ટ્રેલિયા 3 રન માન્ચેસ્ટર 24 જુલાઇ 2002
ઇંગ્લેન્ડ 3 રન મેલબોર્ન 26 ડિસેમ્બર 1982
ઓસ્ટ્રેલિયા 6 રન સિડની 20 ફેબ્રુઆરી 1885
ઇંગ્લેન્ડ 10 રન સિડની 14 ડિસેમ્બર 1894
ઍશિઝમાં બેટિંગના રેકોર્ડસ
સૌથી વધુ રન : 5028 ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા)
સૌથી વધુ ઍવરેજ : 89.78, ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા)
સૌથી વધુ સદી : 19 ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા)
ઍક ઇનિંગમાં સર્વોચ્ચ સ્કોર : 364 રન, લેન હટન 1938 (કુલ 3 બેટ્સમેનોઍ ઍશિઝમાં 300 પ્લસનો સ્કોર બનાવ્યો છે, જેમાં બ્રેડમેને બે વાર ઍ પરાક્રમ કર્યુ છે.