Australia vs Pakistan Test Match: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 6 વિકેટ ગુમાવીને 187 રન બનાવી લીધા હતા. હવે ઓસ્ટ્રેલિયા પાસે 241 રનની લીડ છે. ત્રીજા દિવસે જ્યારે પાકિસ્તાન ટીમ બોલિંગ કરી રહી હતી ત્યારે ફિલ્ડિંગ દરમિયાન પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર હસન અલીએ મેદાનની વચ્ચે કંઈક કર્યું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મેચ દરમિયાન હસન અલી ડાન્સ કરવા લાગ્યો હતો
ઘણીવાર મેચ દરમિયાન કેમેરાનું ફોકસ મેદાન પર હાજર તમામ ખેલાડીઓ પર રહે છે. ઘણી વખત ખેલાડીઓ કંઈક એવું કરે છે જે કેમેરામાં કેદ થઈ જાય છે અને પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. જે બાદ ખેલાડીઓ પણ તેમનો વીડિયો જોઈને હસવા લાગે છે. પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર હસન અલીએ મેચના ત્રીજા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે કંઈક આવું જ કર્યું.
મેચ દરમિયાન હસન અલી ડાન્સ કરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ગ્રાઉન્ડમાં હાજર દર્શકોએ પણ હસન અલી સાથે ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. હસન અલીનો આ ડાન્સિંગ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હસનનો આ વીડિયો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.
Get your body moving with Hasan Ali! #AUSvPAK pic.twitter.com/8Y0ltpInXx
— cricket.com.au (@cricketcomau) December 28, 2023
પાકિસ્તાન પર હારનો ખતરો તોળાઈ રહ્યો છે
પાકિસ્તાનની ટીમ પર હવે મેલબોર્ન ટેસ્ટમાં પણ હારનો ખતરો છે. મેચના ત્રીજા દિવસે પાકિસ્તાન પ્રથમ દાવમાં 264 રનમાં સમેટાઈ ગયું હતું. જે બાદ બીજા દાવમાં બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની રમતના અંત સુધી 187 રન બનાવી લીધા છે.
ઓસ્ટ્રેલિયા તરફથી ત્રીજા દિવસે બેટિંગ કરતા મિચેલ માર્શે સૌથી વધુ 96 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સ્ટીવ સ્મિથે 50 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બોલિંગ કરતી વખતે શાહીન આફ્રિદી અને મીર હમઝાએ ત્રીજા દિવસે 3-3 વિકેટ લીધી હતી.