વર્લ્ડ કપ પહેલા અહીં રમાયેલી ઍક અનૌપચારિક પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાઍ સ્ટીવ સ્મીથની 76 રનની મેચ વિનિંગ ઇનિંગથી વેસ્ટઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. જો કે ઓસ્ટ્રેલિયા માટે આ મેચ દરમિયાન બે બાબત થોડી ખરાબ રહી હતી, ઍક તો તેના ઓપનર ઉસ્માન ખ્વાજાના આન્દ્રે રસેલના બાઉન્સરથી માથામાં ઇજા થઇ હતી અને બીજી ડેવિડ વોર્નર માત્ર 12 રન કરીને આઉટ થયો હતો.
દક્ષિણ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે લાગેલા ઍક વર્ષના પ્રતિબંધ પછી આ મહિનાની શરૂઆતમાં સ્મીથ અને વોર્નરે વાપસી કરી હતી. ટોપ ઓર્ડરના આ બંને બેટ્સમેનોઍ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામેની પ્રેકિટસ મેચમાં ભાગ લીધો હતો, જો કે અહીં અચાનક યોજાયેલી વેસ્ટઇન્ડિઝ સામેની પ્રેકિટસ મેચ સસ્પેન્શન પુર્ણ થયા પછી ઇંગ્લેન્ડમાં તેમની પ્રથમ મેચ હતી. બુધવારે રમાયેલી આ મેચમાં સ્મીથે જોરદાર બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે જીતાડ્યું હતું.
ઉસ્માન ખ્વાજા બે ઓવર જ રમી શક્યો હતો અને આન્દ્રે રસેલનો બાઉન્સર તેના જડબામાં વાગતા તે રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના સ્થાને બેટિંગમાં આવેલો વોર્નર માત્ર 12 રન કરીને ઓશાને થોમસના બાઉન્સરને કારણે વિકેટ પાછળ કેચ આપી બેઠો હતો. આ પહેલા વેસ્ટઇન્ડિઝે ઍવીન લુઇસ અને કાર્લોસ બ્રેથવેટની અર્ધસદીની મદદથી 229 રન કર્યા હતા.
વેસ્ટઇન્ડિઝ સામેની પ્રેક્ટિસ મેચમાં ઉસ્માન ખ્વાજાને જડબામાં બોલ વાગ્યો
વેસ્ટઇન્ડિઝ સામે અચાનક ગોઠવાયેલી પ્રેક્ટિસ મેચમાં આન્દ્રે રસેલનો બાઉન્સર ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાના જડબામાં વાગતા તે રિટાયર્ડ હર્ટ થયો હતો. તે પછી તેને હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યા જણાયું હતું કે તેની ઇજા ઍટલી ગંભીર નથી અને તે વર્લ્ડ કપની મેચોમાં રમી શકશે. આ સમાચારથી ઓસ્ટ્રેલિયનોઍ રાહતનો શ્વાસ લીધો હતો. માર્શે મેચ પછી ખ્વાજાની ઇજા અંગે કહ્યું હતું કે અમારા માટે ઘણી ભયાનક સ્થિતિ હતી, તેના જડબા પર બોલ વાગ્યો હતો. સારી વાત ઍ છે કે ઇજા ગંભીર નથી અને તે આવતી મેચથી પાછો ફરશે.