બ્રિસબેન : બ્રિસબેનમાં ચાલી રહેલી એશીઝ સીરીઝમાં પહેલી ટેસ્ટમાં મેજબાન ઓસ્ટ્રેલિયા ટીમ જીતની નજીક પહોચી ગઇ છે. ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયા એક પણ વિકેટ ગુમાવ્યા વગર માત્ર 56 રન દુર હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસની રમત પુરી થતા વિના વિકેટે 114 રન કરી દીધા હતા. ચોથા દિવસની રમત પુરી થઇ ત્યારે ડેવીડ વોર્નર 60 રન અને કૈમરૂન બૈનક્રાફ્ટ 51 રને રમી રહ્યા હતા.
આ પહેલા ચોથા દિવસની રમત શરૂ થતા ઇંગ્લેન્ડની ટીમે 2 વિકેટે 33 ના સ્કોરથી આગળ વધારી હતી. પરંતુ ઇંગ્લેન્ડ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી અને પુરી ટીમ માત્ર 195 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આમ ઓસ્ટ્રેલિયાને પહેલી ટેસ્ટ મેચ જીતવા માટે માત્ર 170 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આમ ઓસ્ટ્રેલિયાને જીત માટે પાંચમાં દિવસે માત્ર ઔપચારીકા રહી ગઇ છે. આમ જો ઓસ્ટ્રેલિયા આ પહેલી ટેસ્ટ મેચ જીતી જાય છે તો આજ મેદાન પર 31 વર્ષથી નહી હારવાનો રેકોર્ડ જળવાઇ રહેશે.
સ્મીથે ફટકારી સદી
એશીઝ સીરીઝમાં પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા જીતથી માત્ર 56 રન દુર છે. જેમાં આ અત્યાર સુધીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના સુકાની સ્ટીમ સ્મીથની સદી મહત્વ પુર્ણ રહેશે. સ્ટીવ સ્મીથે શાનદાર પ્રદર્શન કરતા 141 રનની ઇનીંગ રમી હતી. પહેલી ઇનીંગમાં સ્ટીમ સ્મીથ 141 રને અણનમ રહ્યો હતો.