પોતાની છેલ્લી ચાર મેચમાંથી ત્રણ મેચમાં વિજય મેળવનાર ડિફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી વર્લ્ડ કપમાં અપેક્ષિત પ્રદર્શન કરવામાં નિષ્પળ રહેલા શ્રીલંકા સામે અહીં શનિવારે થનારી મેચમાં પોતાના વર્લ્ડ કપ સેમી ફાઇનલ પ્રવેશના અભિયાનને સ્પીડ આપવાનો પ્રયાસ કરશે.
ઓસ્ટ્રેલિયાઍ અત્યાર સુધી અફઘાનિસ્તાન, વેસ્ટઇન્ડિઝ અને પાકિસ્તાનને હરાવ્યા છે, જો કે આ દરમિયાન તેને ભારતીય ટીમ સામે પરાજય થયો છે. હવે તેનો સામનો શ્રીલંકા સામે છે, જેણે ન્યુઝીલેન્ડ સામે કારમી હાર વેઠ્યા પછી અફઘાનિસ્તાન પર સંઘર્ષપૂર્ણ વિજય મેળવીને વાપસી કરી પણ પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની તેની બે મેચ વરસાદે ધોઇ નાંખી. વરસાદે અત્યાર સુધી વર્લ્ડ કપની ચાર મેચ ધોઇ નાંખી છે, જેમાંથી બે મેચ શ્રીલંકાની છે.
ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર ઍ છે કે ઓવલમાંં વરસાદની વધુ સંભાવના નથી. વાદળો છવાયેલા રહેશે જેના કારણે બેટીંગ માટે અનુકુળ પીચ પર ઝડપી બોલરોને મદદ મળી શકે તેમ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચમાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભણી આગળ વધવાનો પણ પ્રયાસ કરશે. કારણ ત્રણ વિજય છતાં હજુ તેમના દ્વારા ઍવી રમત બતાવાઇ નથી, જેવી તેની પાસે આશા રાખવામાં આવતી હતી. જા કે ટોચના ક્રમે ડેવિડ વોર્નર સારા ફોર્મમાં આવી ગયો છે. તેણે પાકિસ્તાન સામે સદી ફટકારી છે અને હવે તે તોફાની બનશે ઍવી સંભાવના છે.