એશિઝ સીરીઝમાં પહેલી ટેસ્ટમાં છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને કેમેરોન બેન્ક્રોફ્ટે ઇંગ્લેન્ડ સામે પ્રભાવશાળી બેટીંગ કરી અડધી સદી ફટકારી હતી અને પહેલી ટેસ્ટ મેચ 10 વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે, ઓસ્ટ્રેલિયાએ 5 મેચ એશિઝ સિરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
પ્રથમ ટેસ્ટ મેચના સ્કોરબોર્ડ પર નજર નાખીએ તો ટૉસ જીતી પહેલી બેટિંગ પસંદ કરી મેદાન પર ઉતરનારી ઇંગ્લેન્ડની ટીમને ઓસ્ટ્રેલિયાના બોલરોએ 302 રનમાં જ ઓલ આઉટ કરી દીધા હતા. જેમાં જેમ્સ વિન્સે 83 રન, માર્ક સ્ટોનમેન 53 રન અને ડેવિડ માલાન 56 રન બનાવ્યા હતા. તો ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને પેટ ક્યુમિન્સ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે નાથન લિયોન 2 અને જોશ હેઝલવુડે 1 વિકેટ ઝડપી હતી.
ત્યાર બાદ 302 રનનો પીછો કરવા મેદાન પર ઉતરેલી ઓસ્ટ્રેલિય પ્રથમ ઇનીંગમાં 328 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આમ ઓસ્ટ્રલિયાને પ્રથમ ઇનીંગમાં 26 રનની લીડ મળી હતી. આ ઇનિંગમાં કેપ્ટન સ્ટીવ સ્મિથ અને શોનમાર્શ સિવાયના કોઈ પણ બેટ્સમેન ખાસ કંઈ રમી શક્યા ન હતા. ઇંગલિશ બોલર સ્ટુઅર્ટ Brord 3 વિકેટ, જેમ્સ એન્ડરસન અને મોઇન અલીએ 2-2 વિકેટ તો વોક્સ, બોલ અને રુટે 1-1 વિકેટ ઝડપી હતી.
બીજા ઇનીંગમાં જોશ હેઝલવુડે (3/46), મિચેલ સ્ટાર્ક (3/51) અને નેથન લીઓન (3/67)ની ધારદાર બોલિંગ સામે ઈંગ્લેન્ડ 195 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી બીજી ઇનીંગમાં જો રૂટે 51 રન બનાવ્યા હતા. મોઇન અલીએ 40 રન અને જોની બેયરસ્ટોને 42 રન કર્યા હતા. આમ 170 રનનો લક્ષ્યાંકનો પીછો કરવા ઑસ્ટ્રેલિયાની ટીમ કોઈ પણ વિકેટ વગર સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકી હતી. એશિઝ શ્રેણીઓનો બીજો ટેસ્ટ હવે 2 મી ડિસેમ્બરથી એડિલેઈડ ગ્રાઉન્ડ પર રમવામાં આવશે.