નવી દિલ્હી : બુધવારે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ટ્રાઇ સીરીઝ ફાઇનલમાં ભારતીય ટીમને 11 રને હરાવી હતી. આ શ્રેણીની ત્રીજી ટીમ ઇંગ્લેન્ડની હતી. ઇંગ્લેન્ડની ટીમ સિરીઝમાં એક જ મેચ જીતી શકી. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 20 ઓવરમાં 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના બેથ મૂની પ્લેયર ઓફ ધ સિરીઝ અને જેસ જોનાસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી.
ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 37 બોલમાં 66 રન બનાવ્યા. તેની ઝડપી ગતિની ઇનિંગ્સ છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી નહીં. તેણે 12 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડાબોડી સ્પિનર જોનાસેને 4 ઓવરમાં 12 રન આપીને 5 વિકેટ લીધી હતી.