ઓસ્ટ્રેલિયાના ઍક મીડિયા જૂથ પર દાખલ કરાયેલો 2,11,000 ડોલરની માનહાનીનો કેસ વેસ્ટઇન્ડિઝનો સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલ જીતી ગયો છે. મીડિયા જૂથ કેસ વિરુદ્ધની અપીલ હારી ગયું છે. ઓસ્ટ્રેલિયાના ઍક કોર્ટે કહ્યું હતું કે અખબારોઍ કોઇપણ ભોગે દંડ ભરવો પડશે.
માજી મીડિયા જૂથ ફેરફેક્સે ગેલ પર ઍવો આરોપ મુક્યો હતો કે તેણે 2015ના વર્લ્ડકપ દરમિયાન સિડનીના ડ્રેસિંગ રૂમમાં મસાજર મહિલાને પોતાનું ગુપ્તાંગ બતાવ્યું હતું. ગેલે આ આરોપને ફગાવતા દાવો કર્યો હતો કે 2016માં અખબારોમાં તબક્કાવાર છપાયેલા અહેવાલો દ્વારા આ પત્રકારો મને બરબાદ કરવા માગતા હતા. 2018માં કોર્ટે ગેલની તરફેણમાં ચુકાદો આપ્યો, તે પછી ત્રણ અખબારોઍ ફરી કોર્ટમાં તેની સામે અપીલ કરી, જા કે કોર્ટે હવે ઍ અપીલ ફગાવી દીધી છે. સાથે જ કોર્ટે ગેલની પણ વધુ પૈસાની માગ કરતી અપીલ પણ ફગાવી દીધી છે.
ન્યુસાઉથ વેલ્સની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સિડની મોર્નિંગ હેરાલ્ડ, ધ ઍજ અને કેનબરા ટાઇમ્સે હવે દંડ તરીકે 3 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર મતલબ કે 1 કરોડ અને 44 લાખ રૂપિયા આપવા પડશે.