બાબર આઝમએ વિરાટ કોહલીને છોડી દીધો ઘણો પાછળ, T20 WCમાંથી બહાર થયા બાદ બીજો આંચકો
વિરાટ કોહલી હજુ ICC T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાની શરમજનક હારમાંથી બહાર આવ્યો ન હતો કે તેને વધુ એક આંચકો લાગ્યો.
T20 વર્લ્ડ કપ 2021ના મધ્યમાં, ICC એ T20 ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરી છે. તાજેતરના આંકડાઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે. આમાં વિરાટ કોહલીને સૌથી મોટો ફટકો પડ્યો છે, તેણે 4 સ્થાન ગુમાવ્યા છે.
કોહલીએ બાબરને પાછળ છોડી દીધો
તાજેતરની ICC T20 રેન્કિંગમાં, વિરાટ કોહલી 8માં નંબરે સરકી ગયો છે, તે પહેલા તે ચોથા સ્થાને હતો. હાલમાં તેના રેટિંગ પોઈન્ટ 698 છે. પાકિસ્તાનના બાબર આઝમનું ટોચનું સ્થાન અકબંધ છે, તેના રેટિંગ પોઈન્ટ 839 છે, આ આધારે તે કિંગ કોહલી કરતા ઘણો આગળ નીકળી ગયો છે.
વિરાટના રેન્કિંગમાં હાલમાં કોઈ સુધારો નથી
વિરાટ કોહલીને ભારત-ન્યૂઝીલેન્ડ T20 ઈન્ટરનેશનલ સીરીઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો છે, તેથી તે જલ્દીથી પોતાની રેન્કિંગમાં સુધારો કરી શકશે નહીં. ICC T20 વર્લ્ડ કપ 2021માં કોહલીએ ત્રણ ઇનિંગ્સમાં કુલ 68 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી સામેલ હતી.
After a strong #T20WorldCup campaign, Aiden Markram continues his climb 🧗♂️
Plenty of movement in the @MRFWorldwide T20I player rankings 👉 https://t.co/vJD0IY4JPU pic.twitter.com/Y7tTwgdvPM
— ICC (@ICC) November 10, 2021
બાબર આઝમનું શાનદાર પ્રદર્શન
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વર્તમાન T20 વર્લ્ડ કપમાં 264 રન બનાવ્યા છે અને તે ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર છે. આ જ કારણ છે કે ICC T20 રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટનનું શાસન યથાવત છે. ઈંગ્લેન્ડનો ડેવિડ મલાન બીજા નંબરે, સાઉથ આફ્રિકાનો બેટ્સમેન એડન માર્કરામ ત્રીજા નંબર પર છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ ચોથા ક્રમે છે.
કેએલ રાહુલે ભારતીય ચાહકોને ખુશ કરી દીધા
ભારતીય ચાહકો માટે રાહતની વાત છે કે ઓપનર કેએલ રાહુલને ટી20 વર્લ્ડ કપ 2021માં શાનદાર બેટિંગનો ફાયદો મળ્યો છે. તે ICC T20 રેન્કિંગમાં 727 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા નંબર પર આવી ગયો છે.