વર્લ્ડ કપની 23મી મેચમાં વેસ્ટઇન્ડિઝે શાઇ હોપ સહિતના 3 બેટ્સમેનોની અર્ધસદીના પ્રતાપે 8 વિકેટે 321 રનનો સ્કોર કરીને મુકેલા 322 રનનના લક્ષ્યાંકને બાંગ્લાદેશે શાકિબ અલ હસનની નોટઆઉટ સદી ઉપરાંત લિટન દાસની 94 રનની નોટઆઉટ ઇનિંગની મદદથી 41.3 ઓવરમાં 3 વિકેટે કબજે કરી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો.
મેન ઓફ ધ મેચ શાકિબે 124 રનની ઇનિંગ રમવા સાથે લિટન દાસ સાથે 189 રનની નોટઆઉટ ભાગીદારી કરી
322 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશને તમિમ ઇકબાલ અને સૌમ્ય સરકારે 52 રનની ભાગીદારી કરી સારી શરૂઆત અપાવી હતી. તે પછી તમિમ અને શાકિબે 69 રનની ભાગીદારી કરી સ્કોર 121 પર પહોંચાડ્યો ત્યારે તમિમ 48 રન કરીને આઉટ થયો હતો અને મુશ્ફીકર રીમ આવ્યો તેવો જ આઉટ થઇ ગયો હતો. જો કે તે પછી શાકિબે લિટન દાસ સાથે મળીને 189 રનની નોટઆઉટ ભાગીદારી કરીને ટીમને 7 વિકેટે જીતાડી હતી. શાકિબ 124 રને જ્યારે લિટન દાસ 94 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.
આ પહેલા બાંગ્લાદેશે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી દાવ લેવા ઉતરેલા વેસ્ટઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને ક્રિસ ગેલ શૂન્ય રને આઉટ થઇને પેવેલિયન ભેગો થયો હતો. જો કે તે પછી શાઇ હોપ અને ઍવીન લુઇસે મળીને 116 રનની ભાગીદારી કરીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. લુઇસ 70 રન કરીને આઉટ થયો તે પછી હોપે નિકોલસ પુરન સાથે 37 અને શિમરોન હેટમાયર સાથે 83 રનની મહત્વની ભાગીદારી કરી હતી. પૂરન 25 રન કરીને અને હેટમાયર 50 રન કરીને આઉટ થયા હતા. રસેલ ફરી ઍકવાર ફેલ ગયો હતો. જા કે ઍક છેડો સાચવીને રમતા હોપની સામે જેસન હોલ્ડરે 15 બોલમાં 33 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તે પછી હોપ પણ અંગત 96 રને આઉટ થયો હતો. ડેરેન બ્રાવોઍ અંતે 19 રનની ઝડપી ઇનિંગ રમીને સ્કોર 321 પર પહોંચાડ્યો હતો.