BCCIની અપીલ પર ભારતીય રેલ્વેનો અનોખો ઉપક્રમ: IPL ખેલાડીઓ માટે ખાસ વંદે ભારત સેવા
BCCI ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) બાદ ખેલાડીઓ, ક્રૂ મેમ્બર્સ અને સપોર્ટ સ્ટાફની ઘરવાપસી માટે ભારતીય રેલ્વેએ એક ખાસ પગલું લીધું છે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ની વિનંતી બાદ રેલ્વે વિભાગે વંદે ભારત ટ્રેન દ્વારા વિશેષ વ્યવસ્થા કરી છે.
આ વ્યવસ્થા અંતર્ગત IPL સાથે સંકળાયેલા લોકો માટે હાઇ-સ્પીડ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવામાં આવી છે. રેલ્વે વિભાગે જણાવ્યુ કે ખેલાડીઓના પ્રવાસને સરળ અને સુવિધાજનક બનાવવા માટે ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી છે, જે માત્ર તેમને માટે ચલાવાશે.
આ પગલાંને લઈ BCCIએ રેલ્વે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, “અનુકૂળ અને સુરક્ષિત મુસાફરી માટે વંદે ભારત ટ્રેન એક ઉત્તમ વિકલ્પ છે. ખેલાડીઓ લાંબી અને થકાવનારી સિઝન બાદ આરામદાયક રીતે ઘરે પહોંચી શકે, એ માટે આ એક આવકાર્ય પહેલ છે.”
વિશેષ વ્યવસ્થા હેઠળ ટ્રેનમાં સલામતી અને આરામ માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ દિશામાં BCCI અને રેલ્વે વિભાગ વચ્ચે સકારાત્મક સહયોગ થયો છે.