નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ને આ વર્ષે સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) યોજવાની મંજૂરી મળી ગઈ છે અને 8 ફ્રેન્ચાઇઝી ટીમોએ પોતાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે પોતાનો કોવિડ -19 સ્ક્રિનિંગ પ્રોટોકોલ અને એકત્રીકરણ શરૂ કર્યું છે. તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, લેખિતમાં મંજૂરી આગામી થોડા દિવસોમાં ગમે ત્યારે મેળવી શકાય છે. ટોચના સ્ત્રોતે કહ્યું કે, “અમને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે અને કોઈપણ સમયે લેખિતમાં મંજૂરી આપવામાં આવશે.”
બીસીસીઆઈના આદેશ મુજબ 20 ઓગસ્ટ પછી મોટાભાગની ફ્રેન્ચાઇઝી બેઝ પર રવાના થશે. ચેન્નાઈ સુપર કિંગ્સ 22 ઓગસ્ટે રવાના થવાની છે. મુંબઈ ઈન્ડિયન્સે તેમના બેઝ પર ભારતીય ખેલાડીઓને આઇસોલેશનમાં રાખ્યા છે.
કેટલીક ફ્રેન્ચાઇઝીઓ તેમના ખેલાડીઓ માટે પોતપોતાના શહેરોમાં કોવિડ -19 ની ચકાસણી કરવાની ગોઠવણ કરી રહી છે, ત્યારબાદ તેઓ યુએઈ જવા તેમના પ્રસ્થાન બેઝ (દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, બેંગ્લુરુ) જશે.