નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) કોરોના રોગચાળા સામેની લડતમાં લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા પ્રેરીત કરવાના હેતુથી એક નવો વિડીયો બનાવ્યો છે, જેમાં વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા ક્રિકેટર જોવા મળી રહ્યા છે. ‘ટીમ માસ્ક ફોર્સ’ જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવી છે.
બોર્ડે ટ્વિટ કર્યું હતું કે ‘ટીમ ઇન્ડિયા હવે ટીમ માસ્ક ફોર્સ છે. ‘ઇન્ડિયા ફાઇટ કોરોના’ માં જોડાઓ અને કેન્દ્ર સરકારની સેતુ આરોગ્ય મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભારતીય કેપ્ટન કોહલીએ વીડિયોમાં કહ્યું, ‘ભારતીય ટીમનો સભ્ય હોવું ગર્વની વાત છે, પરંતુ અમે આજે એક મોટી ટીમ’ ટીમ માસ્ક ફોર્સ ‘બનાવી રહ્યા છીએ.’ તેંડુલકરે કહ્યું, ‘કમ ઓન ઇન્ડિયા. માસ્ક બનાવો અને માસ્ક ફોર્સનો ભાગ બનો. 20 સેકંડ સુધી હાથ ધોઈએ અને સામાજિક અંતર જાળવી રાખીએ. ‘