મંગળવારે બીસીસીઆઇ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઍલ)ની બાકીની મેચનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો હતો. ૬ઠ્ઠી ઍપ્રિલથી લઇને પાંચમી મે સુધીનો બાકીની 39 મેચનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. આ જાહેરાતને પગલે લીગ સ્ટેજની તમામ મેચનો કાર્યક્રમ નક્કી થઇ ગયો છે, પણ હજુ ક્વોલિફાયર્સ અને સેમી ફાઇનલ-ફાઇનલ મેચની તારીખોની જાહેરાત થવાની બાકી છે. આ પહેલા દેશમાં સામાન્ય ચૂંટણીને ધ્યાને લઇને બીસીસીઆઇઍ આઇપીઍલની પહેલા બે અઠવાડિયાની ૧૭ મેચનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. હવે આજની જાહેરાત સાથે તમામ ૫૬ લીગ મેચનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે.
આઇપીઍલ દ્વારા પોતાની વેબસાઇટ પર આ કાર્યક્રમ જાહેર કર્યો છે, સાથે જ ઍવું પણ લખાયું છે કે આ કાર્યક્રમમાં સ્થિતિ અનુસાર બદલાવ થઇ શકે છે. બીસીસીઆઇ દ્વારા જાહેર કાર્યક્રમમાં બપોરની મેચો, અઠવાડિયાની મેચો અને ટીમના પ્રવાસને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમ ઍપ્રિલ-મે મહિનામાં દેશમાં સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીને ધ્યાને લઇને તૈયાર કરવામાં આવ્યો છે.
આઇપીઍલ ૨૦૧૯ની ફાઇનલ ૧૨મી મેઍ ચેન્નઇમાં યોજાવાની સંભાવના
નોકઆઉટની મેચમાં 7મી મેઍ પ્રથમ ક્વોલિફાયર, ૮મી મેઍ ઍલિમિનેટર અને ૧૦મી મેઍ બીજી ક્વોલિફાયર મેચ રમાવાની શક્યતા
બીસીસીઆઇ દ્વારા મંગળવારે જ્યારે આઇપીઍલનો ગ્રુપ સ્ટેજનો કાર્યક્રમ જાહેર કરાયો ત્યારે નોકઆઉટ સ્ટેજની મેચને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી અને તેના માટેની કોઇ તારીખો જાહેર કરવામાં આવી નહોતી. જા કે ઍવું માનવામાં આવે છે કે આઇપીઍલની ફાઇનલ ૧૨મી મેના રોજ ચેન્નઇના ઍમઍ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની સંભાવના છે. જ્યારે નોકઆઉટની અન્ય મેચોમાં ૭મી મેના રોજ પ્રથમ ક્વોલિફાયર, ૮મી મેના રોજ ઍલિમિનેટર અને ૧૦મી મેના રોજ બીજી ક્વોલિફાયર રમાડવામાં આવે તેવી સંભાવના છે. આ સાથે જ ઍવું પણ માનવામાં આવે છે કે જા અનિવાર્ય સંજાગો ઊભા થાય અને મેચ અન્યત્ર ખસેડવી પડે તો બીસીસીઆઇઍ વાઇઝેગને સ્ટન્ડ બાય વેન્યુ તરીકે પસંદ કરી રાખ્યું છે. પહેલા બીસીસીઆઇ નોકઆઉટ સ્ટેજની તારીખો પણ જાહેર કરવાનું જ હતું પણ અંતિમ સમયે તેને તેમાંથી ખસેડી લેવાયું હતુ. ઍવું માનવામાં આવે છે કે ચૂંટણીને ધ્યાને લઇને બીસીસીઆઇ નોકઆઉટ સ્ટેજ માટે ફલેક્સિબલ રહેવા માગે છે, કે જેથી તારીખો બદલવી પડે તો તેમાં કોઇ સમસ્યા કે વિમાસણ ન રહે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની બાકીની મેચોનો કાર્યક્રમ
[table id=13 /]