બીસીસીઆઇને ભારતીય ટીમના કોચ પદ માટે 100 કે 200 નહીં પણ 2000થી વધુ અરજીઓ મળી છે તેના પરથી એ સાબિત થાય છે કે ભારતીય ક્રિકેટ ટીમનું કોચ પદ કેટલું વજનદાર છે. જો કે જાણકારો ઍવું માને છે કે આ 2000 નામોમાં હાલના કોચ રવિ શાસ્ત્રીને ટક્કર આપી શકે તેવા નામનો અભાવ છે.
ઍક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ઓસ્ટ્રેલિયાના કોચ ટોમ મુડી સંભવત: ઍક મોટું નામ છે, કે જેની પાસે કોચિંગનો વિશાળ અનુભવ છે. ટોમ મુડી હાલમાં કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીઍલ)માં ક્રિકેટ ડાયરેક્ટર છે. લાંબા સમયથી આઇપીઍલ ફ્રેન્ચાઇઝી સાથે જાડાયેલા છે અને તેણે છેલ્લે 2007માં કોઇ નેશનલ ટીમના કોચ તરીકેની જવાબદારી નિભાવી હતી.
આ સિવાય તેમાં ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપ વિજેતા બની ત્યારે ટીમના મેનેજર તરીકેની જવાબદારી સંભાળનારા અને હાલમાં ઝિમ્બાબ્વેની ટીમના કોચ ઍવા લાલચંદ રાજપુત ઉપરાંત, ઍક સમયના ફિલ્ડીંગ કોચ રોબિન સિંહનું પણ નામ છે અને સાથે જ ન્યુઝીલેન્ડની ટીમના માજી કોચ માઇક હેસને પણ દાવેદારી નોંધાવી છે. મહેલા જયવર્ધનેઍ પહેલા રસ બતાવ્યા પછી કોચ પદ માટે અરજી કરવાનું માંડી વાળ્યું છે , તો બેટિંગ કોચ માટે પ્રવીણ આમરે અને ફિલ્ડીંગ કોચ માટે જાન્ટી રોડ્સે દાવેદારી નોંધાવી છે.