નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) જલ્દીથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝન માટે ચીની કંપની VIVO સાથેની ટાઇટલ સ્પોન્સરશિપ ડીલને સમાપ્ત કરી શકે છે. આ સાથે જ આઈપીએલના નવા ટાઇટલ પ્રાયોજક કોણ હશે તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
બીસીસીઆઈએ રવિવારે તેની આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લીધો હતો કે લીગનો ટાઇટલ સ્પોન્સર VIVO જ રહેશે. ભારત અને ચીન વચ્ચે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ કાનૂની ટીમની સલાહ લઈને અને પ્રાયોજક કરારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીસીસીઆઈના નિર્ણય પછી લોકોએ સોશ્યલ મીડિયા પર બીસીસીઆઈ સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. દેશની અનેક અગ્રણી હસ્તીઓએ પણ બીસીસીઆઈના આ કામની ટીકા કરી હતી. જ્યારે મામલો મર્યાદાથી આગળ વધે છે, ત્યારે બીસીસીઆઈ ટૂંક સમયમાં વિવોને મુખ્ય પ્રાયોજકથી અલગ કરવાનું નક્કી કરી શકે છે.