Ben Duckett Century: 149 રનની શાનદાર ઇનિંગ રમીને બેન ડકેટે જો રૂટનો રેકોર્ડ તોડ્યો, ભારત સામે ચોથી ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.
Ben Duckett Century: લીડ્સ ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે ચોથી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. તેણે 149 રનની શાનદાર ઇનિંગ રમી છે, જેમાં તેણે 21 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ ઇનિંગ ભારત સામે ચોથી ઇનિંગમાં લક્ષ્યનો પીછો કરતી વખતે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બની છે.
આ રેકોર્ડ પહેલા જો રૂટના નામે હતો, જેમણે 2022માં બર્મિંગહામમાં ભારત સામે ચોથી ઇનિંગમાં 142 રનની અણનમ ઇનિંગ રમી હતી. હવે બેન ડકેટે 149 રન બનાવીને આ ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો છે અને તેની ટેસ્ટ કારકિર્દીની આ છઠ્ઠી સદી છે.
ચોથી ઇનિંગમાં ભારત સામે પીછો કરતી વખતે ટોચના વ્યક્તિગત સ્કોર:
બેન ડકેટ – 149 રન (2025, લીડ્સ)
જો રૂટ – 142 રન (2022, બર્મિંગહામ)*
ફાફ ડુ પ્લેસિસ – 134 રન
દિલીપ મેન્ડિસ – 124 રન
ડેરિલ કુલીનન – 122 રન
ડકેટના ભારત સામે આંકડા:
ડકેટે લીડ્સ ટેસ્ટમાં બંને ઇનિંગમાં મળીને 211 રન બનાવ્યા – પ્રથમ ઇનિંગમાં 62 અને બીજી ઇનિંગમાં 149. જોકે, લીડ્સ ટેસ્ટ પહેલાં ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં તેની સરેરાશ ફક્ત 27.8 હતી. તેણે અગાઉ ભારત સામે 13 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર એક જ સદી ફટકારી હતી.
આ શાનદાર પ્રદર્શનના કારણે બેન ડકેટે આજે માત્ર રન જ નહીં બનાવ્યા, પણ ઇતિહાસના પાનાંમાં પોતાનું નામ પણ ઉકેરી દીધું છે.