વેસ્ટ ઇન્ડિઝ સામેની 27મી જૂનની મેચ પહેલા ભારતીય ટીમ માટે ઍક સારા સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે મંગળવારે અહીં 30-35 મિનીટ સુધી નેટમાં પ્રેક્ટિસ કરી હતી. ભુવનેશ્વરે ટીમના ફિઝિયો પેટ્રિક ફરહટની દેખરેખમાં ફુલ રન અપ સાથે બોલિંગ કરી જેને જાતા ઍવું લાગે છે કે તેના સ્નાયુની સમસ્યામાં સુધારો થયો છે.
Look who’s back in the nets ??#TeamIndia #CWC19 pic.twitter.com/m8bqvHBwrn
— BCCI (@BCCI) June 25, 2019
ઍક સૂત્રઍ માહિતી આપી હતી કે ભુવનેશ્વરે પહેલા ટુંકા રનઅપથી બોલિંગ શરૂ કરી હતી. તે પછી ધીરે ધીરે તેણે પોતાનો રન અપ વધાર્યો હતો. જા કે મેદાનમાં તે જે રન અપ સાથે બોલિંગ કરે છે તેટલો ફુલ રન અપ તેણે લીધો નહોતો. તેને જાઇને ઍવું લાગતું નહોતું કે તેને હવે કોઇ સમસ્યા કે દુખાવો નડતો હોય. જો કે હજુ એ નક્કી નથી કે વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં તેને રમાડવામાં આવશે કે કેમ, જો તે સંપૂર્ણ ફિટ હશે તો તેનો સમાવેશ થશે એ ચોક્કસ છે. બીસીસીઆઇ દ્વારા ભુવનેશ્વરની બોલિંગ પ્રેક્ટિસનો વીડિયો પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.