નવી દિલ્હીઃ અત્યારે પુણેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓડીઆઈ શ્રેણી રમાઈ રહી છે ત્યારે રમતજગત દુનિયામાં મોટા સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાન મીડિયામાં એવો દાવો કર્યો છે કે આ વર્ષે ભારત અને પાકિસ્તાન ટીમ વચ્ચે ટી 20 સીરીઝનું આયોજન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન ની વચ્ચે છેલ્લા 9 વર્ષથી બાઇલેટ્રલ સીરીઝ નથી રમાઈ. છેલ્લીવાર વર્ષ 2012-13માં એકબીજાની ટકરાયેલી બંને ટીમો ટૂંક સમયમાં સામસામે આવવાની છે.
પાકિસ્તાની મીડિયા મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે ભારતની વિરુદ્ધ બાઇલેટ્રલ સીરીઝ યોજવાના સંકેત મળ્યા છે. પાકિસ્તાની અખબાર ડેઇલી જંગમાં રિપોર્ટ પ્રકાશિત થયો છે કે આ વર્ષે આ બંને ટીમો 3 મેચોની ટી20 સીરીઝ રમી શકે છે.
ડેઇલી જંગ મુજબ, પીસીબીના એક અધિકારીએ દાવો કર્યો છે કે તેમને પાકિસ્તાની સરકાર તરફથી ભારતની વિરુદ્ધ બાઇલેટ્રલ સીરીઝ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જો બધું ઠીક રહ્યું તો 6 દિવસનો સમય કાઢીને બંને ટીમોની વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ આયોજિત કરવામાં આવશે.
જોકે, ભારત સરકાર અને બીસીસીઆઇ તરફથી તેની પર કોઈ પ્રતિક્રિયા નથી આવી. ભારત સરકારનું સ્પષ્ટપણે કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી તેમની સાથે ક્રિકેટ સંબંધ ફરી શરૂ નહીં કરવામાં આવે.
પાકિસ્તાન અને ભારત આઇસીસી ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ એક-બીજાની સામે રમે છે. વર્ષ 2019 વર્લ્ડ કપ દરમિયાન ગૌતમ ગંભીરે તો પાકિસ્તાનની વિરુદ્ધ મેચ નહીં રમવાની પણ વાત કહી હતી. તેમનું કહેવું હતું કે દેશ અને સૈનિકોગી વિશેષ ક્રિકેટ નથી. તેથી પાકિસ્તાનની વિરુદ્ધ કોઈ મેચ ન રમવી જોઈએ.