IPL 2025 RCBએ પહેલીવાર ફાઇનલમાં મજબૂત પગ મૂક્યો
IPL 2025 હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ટીમે લાંબા સમય પછી ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. રજત પાટીદારના નેતૃત્વ હેઠળ RCBની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીત્યા છે. ટીમના બોલરો અને બેટ્સમેન બંને શિખર પર છે.
ડેવિડ વોર્નરની આગાહી: “આ વર્ષે RCB જ ચેમ્પિયન બનશે”
IPL 2016ના વિજેતા કેપ્ટન ડેવિડ વોર્નરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (હવે Twitter) પર એક ચાહકે પૂછ્યું કે IPL 2025નો ખિતાબ કોણ જીતશે? વોર્નરે નિડર રીતે જવાબ આપ્યો: “મને લાગે છે કે RCB.”
તેણે વધુમાં ઉમેર્યું કે જોશ હેઝલવુડ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બની શકે છે. વોર્નરનો આ આત્મવિશ્વાસ ચાહકોમાં નવી આશા જગાવે છે, કારણ કે તેમના cricketing future sense ને લોકો હંમેશાં ગંભીરતાથી લે છે.
RCB માટે આ સિઝનમાં સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ રહ્યો છે વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન. તેણે અત્યાર સુધી 14 મેચોમાં 614 રન, જેમાં 8 અડધી સદી, ફટકારીને ટીમને ટોચે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોહલીની કન્સિસ્ટન્ટ ફોર્મ RCB માટે સિઝન જીતી શકે એવી મોટું હથિયાર બની છે.
I think RCB and Josh hazelwood man of the match https://t.co/JUdTxak0hm
— David Warner (@davidwarner31) May 31, 2025
પોઈન્ટ ટેબલમાં મજબૂત પોઝિશનથી પ્લેઓફમાં એન્ટ્રી
RCB પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહીને સીધા પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી. ક્વોલિફાયર-1માં RCBએ પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બોલિંગ લાઇન અપમાં જોશ હેઝલવુડે અત્યાર સુધી 21 વિકેટ લઈ સુપર પ્રદર્શન કર્યું છે, જ્યારે રજત પાટીદાર અને જીતેશ શર્મા પણ જરૂરી પળે ઘાતક સાબિત થયા છે.
ફાઇનલમાં કોણ થશે RCBનો મુકાબલો?
હવે બધાની નજર ક્વોલિફાયર-2 પર છે, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે તીવ્ર ટક્કર થશે. જે ટીમ જીતશે, તે ફાઇનલમાં RCB સામે ટકરાશે. જો RCB તેમની હાલની ફોર્મ જાળવી રાખશે, તો વોર્નરની આગાહી સાચી સાબિત થવાની પૂરી શકયતા છે.
RCB ચાહકો માટે આ વખતનો IPL કંઇક ખાસ બની શકે છે. મજબૂત નેતૃત્વ, સતત રન બનાવતો કોહલી અને ઘાતક બોલિંગ લાઇન અપ RCBને ટ્રોફી જીતાડવા માટે તત્પર છે. જો ડેવિડ વોર્નરની આગાહી સાચી પડે, તો RCB ઇતિહાસમાં પ્રથમ વખત IPL ચેમ્પિયન બનશે.