MS Dhoni : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભારત માટે ત્રણ અલગ-અલગ ICC ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટનને સાથી ક્રિકેટરોએ અભિનંદન પાઠવ્યા છે. તે જ સમયે બોલિવૂડે પણ પૂર્વ કેપ્ટનને તેમના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સે માહીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. બધાએ ધોની પર ખૂબ પ્રેમ વરસાવ્યો.
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીનો આજે 43મો જન્મદિવસ છે. તેના જન્મદિવસને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ચાહકો આ દિવસની રાહ જુએ છે અને એક દિવસ અગાઉથી ઉજવવાનું શરૂ કરે છે. ધોનીના ચાહકોએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોઈંગ વિશે બધા જાણે છે
IPLમાં ધોનીનો ક્રેઝ ઘણો વધારે છે. તે મેદાનની બહાર પણ જ્યાં પણ દેખાય છે, ચાહકો તેની એક ઝલક મેળવવા માટે દીવાના હોય છે. એમએસ ધોનીના જન્મદિવસ પર ચાહકોમાં આને લઈને ભારે ઉત્તેજના છે. સાથી ખેલાડીઓથી લઈને ચાહકોએ સોશિયલ મીડિયા દ્વારા માહીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
Happy Birthday Kaptaan Sahab!@msdhoni pic.twitter.com/2bjCTNWRil
— Salman Khan (@BeingSalmanKhan) July 6, 2024
https://twitter.com/ChennaiIPL/status/1809599051580440792
https://twitter.com/ChennaiIPL/status/1809656506272383208
https://twitter.com/ImRaina/status/1809705068272267505