Border Gavaskar Trophy: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો વિરાટ કોહલી
Border Gavaskar Trophy બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા રવાના થઇ રહી છે, પરંતુ વિરાટ કોહલીને લઇને એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે.
Border Gavaskar Trophy 22 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાવાની છે, જેમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાવા જઈ રહી છે. આ સિરીઝ માટે ભારતીય ટીમ બે બેચમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ રહી છે. એક બેચ ૧૦ નવેમ્બરની રાત્રે રવાના થઈ હતી જ્યારે બીજી બેચ ૧૧ નવેમ્બરના રોજ રવાના થવાની છે. પરંતુ આ બધાની વચ્ચે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાની ધરતી પર પગ મૂકનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે.
India vs Australia Test વિરાટ કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. તે તેના સાથી ખેલાડીઓ કરતાં આગળ ઓસ્ટ્રેલિયા ગયો હતો અને હવે તે પર્થમાં રમાનારી પ્રથમ ટેસ્ટની તૈયારી કરી રહ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર વિરાટ કોહલી બાકીના ખેલાડીઓ પહેલા પર્થ પહોંચી ગયો છે. એક જૂથ પહેલેથી જ નીકળી ગયું છે અને બીજું જૂથ આજે રવાના થવાનું છે.
જણાવી દઈએ કે વિરાટ કોહલી 9 નવેમ્બરે પોતાની પત્ની અનુષ્કા શર્મા અને બંને બાળકો સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો, જ્યાં ફેન્સ તેમની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
હાલની
ભારતીય ટીમમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં 13 ટેસ્ટ મેચ રમી છે. આ 13 ટેસ્ટમાં તેણે 54.08ની એવરેજથી 1352 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 4 અડધી સદી સામેલ છે.
વિરાટ કોહલીએ 24 જાન્યુઆરી 2012ના રોજ એડિલેડ ઓવલ ખાતે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. કોહલીએ પોતાની પહેલી સદી દરમિયાન 213 બોલમાં 54.46ની સ્ટ્રાઇક રેટથી 116 રન બનાવ્યા હતા.
આ વખતે
ભારતીય ટીમના ખેલાડીઓ બે બેચમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ રહ્યા છે. શુબમન ગિલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, વોશિંગ્ટન સુંદર અને યશસ્વી જયસ્વાલ જેવા મુખ્ય ખેલાડીઓ ધરાવતી પ્રથમ બેચ 10 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ હતી. મુખ્ય કોચ ગૌતમ ગંભીર સહિત ટીમના બાકીના સભ્યો અને સપોર્ટ સ્ટાફ તારીખ 11મી નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.