Border Gavaskar Trophy: BCCIએ મોહમ્મદ શમીની વાપસીની તૈયારી કરી!
Border Gavaskar Trophy: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ મોહમ્મદ શમીની વાપસી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તે ટૂંક સમયમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમનો ભાગ બની શકે છે. ઓસ્ટ્રેલિયામાં રમ્યો હતો.
Border Gavaskar Trophy જો કે મોહમ્મદ શમીની વાપસીની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. શમીએ 2023 ODI વર્લ્ડ કપ બાદ ભારત માટે કોઈ મેચ રમી નથી, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન બાદ હવે તેની ભારતીય ટીમમાં વાપસી લગભગ નિશ્ચિત જણાય છે.
BCCI અને પસંદગી સમિતિની તૈયારી:
રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના મેનેજમેન્ટે શમીની ફિટનેસને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. પસંદગી સમિતિ હાલમાં મોહમ્મદ શમીના ફિટનેસ ટેસ્ટના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહી છે. શમીએ બેંગલુરુમાં ફિટનેસ ટેસ્ટ આપ્યો છે અને સ્થાનિક ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શન બાદ, BCCI હવે તેના પુનરાગમન માટે તૈયાર છે.
શમીના વાપસીની શક્યતા:
બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે શમીની કીટ પહેલેથી જ તૈયાર છે, અને તે ફિટનેસ ટેસ્ટમાં પાસ થતાં જ તેને તરત જ ઓસ્ટ્રેલિયા મોકલી શકાશે. આ પ્રક્રિયામાં કોઈ વિલંબ થશે નહીં. જો શમીને ફિટ જાહેર કરવામાં આવે છે, તો તે ટૂંક સમયમાં ભારતીય ટીમનો ભાગ બની શકે છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતની બોલિંગ લાઇન-અપને મજબૂત બનાવી શકે છે.
ભારતમાં બોલિંગનો અભાવ:
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અત્યારે 1-0થી આગળ છે, પરંતુ ટીમ ઈન્ડિયાને એડિલેડ ટેસ્ટમાં મોહમ્મદ શમીની ગેરહાજરી અનુભવાઈ હતી. જસપ્રીત બુમરાહ એક છેડેથી સતત વિકેટો લઈ રહ્યો હતો, પરંતુ બીજા છેડેથી મોહમ્મદ સિરાજે લય શોધવામાં ઘણો સમય લીધો. જેના કારણે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 157 રનની લીડ મળી હતી. હાલમાં, હર્ષિત રાણા ત્રીજા ફાસ્ટ બોલર તરીકે ટીમમાં સામેલ છે, પરંતુ તે એડિલેડ ટેસ્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો ન હતો અને કાંગારૂ બેટ્સમેનો સામે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો.
જો શમી પરત ફરે છે, તો તે બુમરાહ સાથે મળીને ઓસ્ટ્રેલિયા સામે ભારતની બોલિંગને વધુ તાકાત આપશે, જે ટીમ ઈન્ડિયાને આગામી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરી શકે છે.