વર્લ્ડકપની ફાઇનલ માત્ર ઓછી બાઉન્ડરી ફટકારી હોવાને કારણે હારી ગયેલી ન્યુઝીલેન્ડની ટીમના ખેલાડી માટે આ પરાજય ભુલવો મુશ્કેલ છે અને બધા તેમાંથી પોત પોતાની રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું હતું કે તે પોતાના પાળતુ શ્વાન સાથે દરિયા કિનારે લટાર મારીને પરાજયનું દુખ હળવું કરવાનો પ્રયાસ કરશે.
વર્લ્ડકપમાં કુલ 17 વિકેટ લઇને સ્વદેશ પરત ફરેલા બોલ્ટે કહ્યું હતું કે હું મનમાં ઍ પીડા અને સવાલ લઇને સ્વદેશ પરત આવ્યો છું કે વર્લ્ડકપની સતત બીજી ફાઇનલના પરાજયની પીડામાંથી કેવી રીતે બહાર નીકળવું. તેણે કહ્યું હતું કે હું ચાર મહિના પછી મારા ઘરે જઇ રહ્યો છુ કદાચ હું મારા શ્વાનને લઇને દરિયા કિનારે લટાર મારીને આ પરાજયને ભુલાવવાનો પ્રયાસ કરીશ.
તેણે ઉમેર્યુ હતું કે આ પરાજયને હું ઍટલો જલદી ભુલી શકું તેમ નથી અને આવતા ઘણાં વર્ષો સુધી તે ઍક જખમ બનીને પીડા આપતો રહેશે. બોલ્ટે ઍવું પણ કહ્યું હતું કે તે 49મી ઓવરને પણ નહીં ભુલી શકે, જેમાં જીમી નિશમની ઍ ઓવરમાં બેન સ્ટોક્સનો કેચ તેણે પકડી તો લીધો પણ તેનો પગ બાઉન્ડરીને સ્પર્શી ગયો. હું ઍ વાતને ભુલી નથી શકતો. અમે વિચિત્ર સ્થિતિમાં આ મેચ હાર્યા છીઍ.