ઇંગ્લેન્ડની 15 સભ્યોની ટીમમાં આમ તો ઘણાં મેચ વિનર્સ ખેલાડી છે, પણ ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન રિકી પોન્ટીંગનું માનવું છે કે જાસ બટલર તેમનો સૌથી ખતરનાક ખેલાડી બની રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પર મુકાયેલા ઍક વીડિયોમાં પોન્ટીંગે કહ્યું હતું કે ઇંગ્લેન્ડ માટે ખતરનાક ખેલાડી જાસ બટલર હશે. મેં તેને છેલ્લા બે ત્રણ વર્ષમાં નીખરતા જાયો છે. તેણે કહ્યું હતું કે બટલર 360 ડિગ્રી શોટ રમી શકે છે અને બેની બેટિંગ માણવા લાયક હોય છે.
પોન્ટીંગે કહ્યું હતું કે ત્રણ ચાર સિઝન પહેલા મે તેને આઇપીઍલમાં મુંબઇ ઇન્ડિયન્સ માટે કોચિંગ આપ્યું હતુ, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તે સમયે તેની ઍ શરૂઆત હતી. જા કે છેલ્લા 12થી 18 મહિનામાં ટી-20, વનડે અને ટેસ્ટમાં તેણે ઇંગ્લેન્ડ વતી રમીને જોરદાર પ્રદર્શન કર્યુ છે. તેણે કહ્યું હતું કે ઇંગ્લેન્ડની વનડે ટીમની તાકાત તેની બેટિંગનું ઉંડાણ છે. તેનું ટોપ ઓર્ડર ખુબ જ મજબૂત છે તો નીચલા ક્રમે જારદાર ઓલરાઉન્ડર છે.