વેસ્ટઇન્ડિઝના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે વર્લ્ડ કપ ચાલુ જ છે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી છે, તે ભારત સામે પોતાની અંતિમ મેચ રમશે પણ તે અહી નહી પણ વેસ્ટઇન્ડિઝમાં રમશે. તે વર્લ્ડ કપમાં અધ વચ્ચેથી નિવૃત્ત નથી થવાનો પણ ભારતીય ટીમ જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જશે ત્યારે ટેસ્ટ સિરીઝ પછી ક્રિસ ગેલ નિવૃત્ત થવાનો છે.
છેલ્લા બે દશકાના ઉચ્ચ કક્ષાના ખેલાડીઅો સ્ટીવ વો અને જેક કાલિસના નકશે કદમ પર ચાલીને ક્રિસ ગેલ પણ ભારતીય ટીમ સામે રમીને નિવૃત્ત થવાનો છે. સ્ટીવ વોઍ 2004માં અને જેક કાલિસે 2013માં ભારત સામે રમીને પછી નિવૃત્તિ લીધી હતી. ઍવું માનવામાં આવે છે કે ક્રિસ ગેલ પોતાના હોમ ગ્રાઉન્ડ જમૈકાના કિંગસ્ટન મેદાન પર 30મી ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટમાં પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમીને નિવૃત્ત થશે.
39 વર્ષિય ગેલે ગત મહિને ઍવું કહ્યું હતું કે તે વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઇ લેશે, જા કે ભારતીય ટીમ સામેની મેચની પૂર્વ સંધ્યાઍ તેણે અહીં પત્રકારોને માહિતી આપી હતી કે તેણે પોતાનો વિચાર બદલ્યો છે. હાલમાં અંત નથી આવ્યો, હજુ કેટલીક મેચ છે, કદાચ ઍકાદ સિરીઝ પણ રમીશ તેને જ્યારે પુછાયું કે વર્લ્ડ કપ પછી શુ યોજના છે ત્યારે તેણે કહ્યું હતું કે મારી યોજના ભારત સામે ટેસ્ટ મેચ રમવાની છે. વન ડે તો હું ચોક્કસ જ રમવાનો છું.