Cricket At Youth Olympics: ઓલિમ્પિક બાદ હવે યુથ ઓલિમ્પિકમાં પણ ક્રિકેટને સામેલ કરવાની ચર્ચા ચાલી રહી છે.
Cricket At Youth Olympics ઓલિમ્પિક માટે ક્રિકેટ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
2024માં પેરિસ દ્વારા ઓલિમ્પિકની યજમાની થવાની હતી, જે તાજેતરમાં સમાપ્ત થઈ. હવે આગામી ઓલિમ્પિક્સ 2028માં લોસ એન્જલસમાં યોજાશે. લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિકમાં પણ ક્રિકેટ જોવા મળશે. ત્યાર બાદ આયોજિત થનારી યુથ ઓલિમ્પિક 2030માં પણ ક્રિકેટ જોવા મળી શકે છે. યૂથ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાને લઈને ICC અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) વચ્ચે મોટી ડીલ થઈ શકે છે.
યુથ ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો વિચાર ભારત સરકાર દ્વારા 2030 યુથ ઓલિમ્પિક્સ અને 2036 ઓલિમ્પિક્સની યજમાની કરવા માટે બિડ કરવાનો તેનો ઈરાદો દર્શાવતી જાહેરાત પરથી આવ્યો હતો.
‘ક્રિકબઝ’ના એક અહેવાલ અનુસાર, ICCના વિકાસ પ્રબંધક વિલિયમ ગ્લેનરાઈટ વિવેક ગોપાલન નામના વ્યક્તિના ઈમેલનો સકારાત્મક જવાબ આપ્યો. “તે એક સારો વિચાર છે અને તે કંઈક છે જેને આપણે જોઈ શકીએ છીએ,” ગ્લેનરાઈટે કહ્યું. ગોપાલનનો ઈમેલ અને ગ્લેનરાઈટનો જવાબ પણ આઈસીસીના સીઈઓ જ્યોફ એલાર્ડીસ, વસીમ ખાન, ક્લેર ફર્લોંગ અને ક્રિસ ટેટલીને મોકલવામાં આવ્યો હતો.
ગોપાલને દલીલ કરી છે કે યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની મજબૂત સંભાવના છે
અને મુંબઈ 2030 યુથ ઓલિમ્પિક માટે બોલી લગાવી રહ્યું છે. ગોપાલને આઈસીસીને પત્ર લખ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં 2030 અને 2036ના ઓલિમ્પિકમાં યુવા ઓલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં મુંબઈમાં ઓલિમ્પિક કમિટીના સત્રને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ યુથ ઓલિમ્પિક વિશે સંકેત આપ્યા હતા. હાલમાં ભારત સરકારનું ધ્યાન ઓલિમ્પિક 2036 તરફ ગયું છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ઓલિમ્પિક 2036 વિશે પણ વાત કરી હતી .
યૂથ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવા માટે ICCને મોકલવામાં આવેલા
ઈમેલમાં એવી દલીલ કરવામાં આવી છે કે ક્રિકેટને ગેમ્સનો ભાગ બનાવવો જોઈએ. “રગ્બી સેવન્સ સહિતની તમામ ટોચની રમતો યુથ ઓલિમ્પિકનો ભાગ છે. તો પછી ક્રિકેટ શા માટે નહીં? યુથ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ વૈશ્વિક સ્તરે, ખાસ કરીને ICC એસોસિએટ્સમાં, ગ્રાસરુટ ક્રિકેટમાં ક્રાંતિ લાવશે,” તે કહે છે.
ઈમેલમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હવે આઈસીસી અને ઓલિમ્પિક કમિટી વચ્ચે મજબૂત સંબંધ છે અને હવે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી પણ માન્યતા આપે છે કે ક્રિકેટની બ્રાન્ડ ઓલિમ્પિકની બ્રાન્ડને વધુ પ્રોત્સાહન આપી શકે છે.